હેલ્લારો...
"હેલારો"...એ કચ્છમાં બનેલી સત્યઘટના આધારીત ફિલ્મ છે. વ્રજવાણી નામના ગામમાં એકસાથે 140 સ્ત્રીઓ ઢોલીના તાલે રાસ રમતી. એકવાર એવું થયુ કે એનાં તાલમાં ને રાસમાં આ સ્ત્રીઓ સાન ભાન બધુ ભૂલી ગઇ અને સવાર ક્યારે થયુ એ ખબર નાં રહી. આ વાત ઈ ગામનાં પુરુષોને ખબર પડતાં એમણે એ ઢોલીનું માથું કાપી નાખ્યું. તો એ 140 સ્ત્રીઓ ત્યાં ને સતી થઈ ગઇ. આજ પણ એ ગામમાં કુલ140 પાળિયા સતીના અને એક પાળિયો ઢોલીનો છે.
આ મૂળ વાતનો concept લઇને આ ફિલ્મ બની છે. સાથે સાથે URI ને એનાં જેવી બીજી ઢગલો સારી ફિલ્મોને પાછળ રાખીને આપણી ગુજરાતી ફિલ્મ National Award જીતી છે.
આ એ મંદીર નો વિડિયો છે.
લોહી નીંગળતા ગળે સ્ત્રીઓની આઝાદીનું છેલ્લું ગોથું.....#હેલ્લારો.
(આ ફિલ્મ મારા મિત્ર શ્રી વીરેન્દ્ર રાવળ દ્વારા સૂચવાઈ હતી.)
મને ખબર છે કે આ ફિલ્મ વિશે કશું પણ કહેવું કસમયનું, પિષ્ટપેષણ જેવું અને વાંચનાર માટે કંસારમાં કઢી રેડીને ખાવા જેવું હશે છતાં ભયસ્થાનો નજરમાં રાખીને પણ લખવું તો છે જ. જો કે વિશ્લેષણ કરીને વાર્તા કહેવાનો કોઈ ઇરાદો નથી. એ વિશે ઘણું બધું કહેવાઈ/વંચાઈ/સંભળાવાઈ ચૂક્યું છે.
તો વાત એમ છે કે આપણો માંહ્યલો, આત્મો કે સ્વ રાજી થાય એ માટે આપણે કેવો, કેટલોક ભોગ આપી શકીએ છીએ? સ્ત્રીના માથે પુરુષ, નોકરી કરતા હોય તો બોસ, પુત્ર હોય તો પિતા, GF હોય તો BF અને પ્રજા હોય તો નેતાજી એમને કાબૂમાં કરવા ફરે છે. ઘરના ટીવીમાં ચેનલ ના બદલી શકતા પતિ, પત્ની કે પુત્ર સતત હિજરાતાં રહે છે. તમારી ગમે તેટલી નિકટતા હોય છતાં જો મનની વાત જાણી શકવા જેટલી મોકળાશ કે મુક્તિ ના હોય તો સામે વાળી વ્યક્તિનો આદર, સ્નેહ તમે ખોઈ બેસશો એ નક્કી. પ્રેમનું સરોવર કાળજીની પાળ ના બાંધો તો શોષાઈ જાય છે. દરેક માણસનાં નાનાં નાનાં સ્વપ્નો હોય છે. એને પૂરાં કરવામાં એને મોટી સફળતા દેખાતી હોય છે.
કોઈક દિવસ માટે હોટલનાં પકવાન વખાણી શકતો મૂછોધારી જીવનભર હાથ બાળનાર પ્રતિ કદી સદભાવ વ્યક્ત કરતો નથી. પરિણામે બેકદરપણું, રૂઢિઓ, ગેરમાન્યતાઓ અને સામુહિક તાડન વિદ્રોહને જન્મ આપે છે. સીધી રીતે કહું તો બહુ દબાણ આપો તો સ્પ્રિંગ છટકે જ! અને એ છટકે ત્યારે ભલભલું વહી જતું હોય છે.
ઢોલના તાલે ગરબા પુરુષો લઈ શકે તો સ્ત્રીઓ કેમ નહીં? એમાં કોઈ આસમાન ના પડી જવાનું જો આપણને લાગતું હોય તો એ જ બાબત કુદરત સામે ઝઝૂમતા 1975ના નાનકડા કચ્છી ગામ માટે સરળ નહોતી. સ્ત્રીઓની જન્મજાત લાઈક્સ કે ડીસલાઈક્સને અવગણતા રુક્ષ પુરુષોના આવા જ હાલ થાય છે.
સ્ત્રીઓના મુખે બોલાયેલા કેટલાક સંવાદો જુઓ:-
□ બધા પાપની સજા નથી મળતી. જો મળતી હોત તો દુનિયામાં આટલા ભાયડાઓ ના બચ્યા હોત.
□ મને કળ વળે એટલે હું ય આવીશ ગરબા કરવા. પોલું ઢોલ સાંભળીને કદાચ પોલા પેટને થોડું સારું લાગે.
□ તમારા ઢોલને તાળી આપીએ એટલો વખત એમ થાય છે કે અમે જીવતાં છીએ. બાકી તો અમે મરેલાં જ છીએ ને?
□ અહીં હોય છે શું? ખારા પવનના સુસવાટા અને મૂંગા ભૂંગાના સન્નાટા!
□ ના કોઈ હેતનો હાથ કે ના માયાળુ નજર. અરે માણસ છીએ માણસ. મરવાની બીકે જીવવાનું નહીં છોડીએ.
□ પહેલાં ઢોલ વગાડો. ભાયડાઓને અફીણની લાગે ને એવી તલબ લાગી છે.
□ કેસરઃ (ગરબા કરતાં આંખ બંધ કરવા વિશે) માવડીને કહેતી હોઉં છું કે આ તમે ગરબા કરો છો એમાં પાપ તો નથી જ. પણ હોય તો ને તો એની સજા મારા માથે રાખજે.
□ અમુક ભાયડાઓને માવડી અસ્રી જેવાં કાળજાં આપે. એમાં જ ટકી છે આ દુનિયા.
What a film Hellaro is! વર્ષો પહેલાંનો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ જાણે પાછો આવ્યો છે. અભિષેક શાહની વાર્તા, સ્ક્રિન પ્લે અને નિર્દેશન આલા દરજ્જાનું. મંજરી (શ્રદ્ધા ડાંગર), ચંપા (કૌસંબી ભટ્ટ), ગોમતી (તેજલ પંચાસરા), કેસર (બ્રીંદા ત્રિવેદી), અરજણ (આર્જવ ત્રિવેદી), ભગલો (મૌલિક નાયક) અને અબોવ ઓલ મૂળજી ઢોલી (જયેશ મોરે) વાહ...વાહ અને વાહ!
તિરસ્કૃત અને પીડિત પ્રેમાળ પિતા તરીકે મૂળજી દિલ જીતી લે છે. મૌન ધારણ કરી ઢોલ પર પડતી દાંડીઓમાં પિતાનો પ્રેમ, સમાજની રુગ્ણતા તરફનો રોષ અને બંડ આબાદ ઝીલાયું છે. મૂળજીની પત્ની અને પુત્રીની હત્યારણ સામાજિક જડ માન્યતાઓનો સામનો જાણે મૂળજી ઢોલની રમઝટ બોલાવીને કરે છે. What a poetic thought!
ફિલ્મ પૂરી થતાં જ હેલ્લારો..... મગજમાં વીજળીનો ગજબનાક ચમકારો!

Comments
Post a Comment