પપ્પા/પિતા/Father means....


દીકરી  એ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?
મેં કહ્યું બેટા, "M O T H E R"
પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ?
મેં કહ્યું,  "OTHER".
પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય,
એમ
જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!"
હું હસી પડી....!!
મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????"
તો એ હસતા હસતા બોલી, "મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!"

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે.
*દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?*
 કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે.
એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! *પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.*

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ.... પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.
પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ...પોંખીએ...!!

*થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!*

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે...સાચ્ચે..!!

2.

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે...

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવું છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...!!

3.

હોય છે છત્રછાયા, પિતા જિંદગીનો આધાર હોય છે
પિતા હોય છે પહાળ જેવા, જેમાં સ્નેહનું ઝરણું સદાબહાર હોય છે

પિતા બહારથી દેખાતા હોય ભલે નાળિયેર જેવા કઠોર
પિતાની અંદર મુલાયમતા અપંરપાર હોય છે

પિતા એ માત્ર સંતાન પાછળ લાગતું નામ જ નથી હોતું
પિતા સંતાનોની જિંદગીના તકેદાર હોય છે

પિતા ખર્ચી નાખતા હોય છે પોતાની પુરી જિંદગી સંતાન પાછળ
પિતા હોય છે સહદયી, પિતા જેવા ક્યાં કોઇ ઉદાર હોય છે

સુરક્ષા, સહાય, સાથ, જુસ્સો અને સમર્પણ નું દર્પણ છે પિતા
પિતા સંતાનોની જિંદગીના સમર્થ સુત્રધાર હોય છે

કેટકેટલાય દુઃખો, કેટકેટલીય વાતો ધરબી દેતા હોય છે અંદર
પિતા તો જાણે સમંદરનો સાક્ષાત્કાર હોય છે


ભરત ડી ઠક્કર
ઉપનામ: "સૌરભ"

4.

*આ પપ્પા એટલે ?*

પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં
નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
ના ….

પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...

આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.

*"ખબરદાર જો આમ કર્યુ છે તો...*
*આવવા દે તારા પપ્પાને..*
*બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો*
*દરેક મા એ કયારેક ને કયારેક* *પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....*
*અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.

5.

ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક
સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબિતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.

પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.

કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં *ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....*

*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.....*

બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ
સતત કરતો રહે છે.. આ કારણોસર એ
મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.

આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક
સુવાક્ય..

*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....*

આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..

*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...*

આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય....

આ પપ્પા એટલે આપણને કદિ યે પડી
ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...

*આખરે પપ્પા ઍટલે પપ્પા…બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ...*

*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*

 એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..

6.

_*😘  LOVE  U  PAPA  😘*_

_*એક   પિતા   એના   દીકરાના   આલીશાન   ઓફીસ   માં   જાય છે ,*_

_*એના   દીકરા   ને   જોવે   છે   અને   એની   પાછળ   જઈ   ઉભા   રહી   જાય   છે ,*_

_*ફકરથી   એને   પૂછે   છે   અને   એના   ખંભા   ઉપર   હાથ   રાખી   પૂછે   છે  ...*_

_*દીકરા   તને   ખબર   છે   આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ? ?*_

_*દીકરાએ   ઝડપ   થી   જવાબ   આપ્યો   કે*_

                _*"  હું  "*_

_*પિતાનું   દિલ   થોડું   બેસી   ગયું*_

_*એક   વાર   પાછું   પૂછ્યું   દીકરા*_

_*આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ?*_

_*દીકરાએ   પેહલા   ની   જેમજ   બેજીજક   જવાબ   આપ્યો   કે*_

                  _*"  હું  "*_

*_પિતા   ના   ચેહરા   ઉપર   થી   જાણે   રંગ   જ   ઉડી   ગયો   હોય_*

_*પિતા   ને   બોવ   દુઃખ   થાય   છે  અને   આંખોમાં   આંસુ   આવી   જાય   છે ..*_

_*દીકરા   ના   ખંભા   ઉપરથી   હાથ   હટાવે   છે*_ 

_*અને   દરવાજા   તરફ   જાવા   લગે   છે*_
_*ઓફીસના   દરવાજા   પાસે   જઈ   ઉભા   રહે   છે   દીકરા   તરફ   પાછું   જોવે   છે   અને   પાછું   પૂછે   છે ..*_

_*દીકરા   આ   દુનિયા   માં   સૌથી તાકતવર   માણસ   કોણ   છે  ? ?*_

_*દીકરો   કોઈ   જીજક   વગર*_ 
_*બોલે   છે*_

               _*"  ત મે  "*_

_*પિતા   એકદમ   હેરાન   થઈ   જાય   છે*_
_*દીકરાના   આ   બદલતા   વિચાર   જોઈ   ને   પિતા   ના   કદમ   પાછા   વડે   છે   અંદર   તરફ   અને   ધીમે   થી   પૂછે   છે*_

_*થોડી   વાર   પેહલા   તારા   વિચાર   માં   આ   દુનિયા   નો તાકતવર   માણસ   તું   હતો   અને   હવે   મારુ   નામ   કહે છો ..*_

_*દીકરો   કહે   છે   કે   જ્યારે  તમારો   હાથ   મારા   ઉપર   હતો   ત્યારે   આ   દુનિયાનો   સૌથી   તાકતવર   માણસ   હું   હતો*_

_*અને   જ્યારે   તમારો   હાથ  ઉઠી   ગયો*_ 
_*અને   તમે   જતા   રહ્યા*_ 
_*ત્યારે   હું   એકલો   થઈ   ગયો*_ 
_*કારણ   કે   મારા   માટે   તો*_ _*દુનિયાનો   સૌથી   તાકતવર   માણસ*_
            _*તમે   જ   છો .*_

_*Dedicated  To  All  Fathers..*_
😘    😘    😘    😘


7.

*Read article PAPPA TO CHE NE* 👍🏻👍🏻👍🏻
*================*
*પપ્પા તો છે જ ને ...!!*

હતા મારા જન્મ પર
બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ
ઉભા હતા એ..,
અદબ વાળીને,

બધાએ માત્ર વહાલ કર્યું
ને જે દવાખાનાના બીલ
બાકી હતા તેમાં...,
*પપ્પા તો છે જ ને...*

પેટ ઘસીને ભાંખોડીયા
ભરતા થયો હું,
અથડાયો ઘડાયો,
કેટ કેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં
ડર લાગે, પણ...
પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
*પપ્પા તો છે જ ને...*

યાદ છે નિશાળનો
પહેલો દિવસ...
જ્યારે  રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે,
ડરી ગયો હું..,
આ ચોપડીઓના
જંગલમાં,
પણ ખબર હતી કે,
હાથ પકડનાર...
*પપ્પા તો છે જ ને...*

સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ,
ને ભુંસતો  સુધારતો
હું ભુલો,
જો નહીં સુધરે ભુલો,
ને નહીં ઉકલે આંટી ઘૂંટી
તો એ બધું ઉકેલવા,
*પપ્પા તો છે જ ને..*

પહેલી સાઇકલ, સ્કૂટર
ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને
જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું
આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા
*પપ્પા તો છે જ ને...*

*તું ભણ ને બાકી હું*
*ફોડી લઈશ*
આ ડાયલોગ પર
આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને
પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
*પપ્પા તો છે જ ને...*

કોઈ કરકસર કે કચાશ
ના કરી મને સારો માણસ
બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ
પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
*પપ્પા તો છે જ ને...*

નોકરી પછી લગ્ન ને
પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને
ના જોયું,
કંઈ ખુટી પડશે તો
હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
*પપ્પા તો છે જ ને...*

જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના,
ને વિતાવ્યું આખું
આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય,
તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
*તારા પપ્પા તો છે જ ને*

હાર્યો કેટલીય વાર
જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું,
જુગારી કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા
મથતા ને..,
થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત

કે.....,

*પપ્પા  તો છે જ ને...*
      🙏🙏🙏

 *આ પપ્પા એટલે ?*
પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં
નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
*ના ….*

પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...

આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવા દેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.

*"ખબરદાર જો આમ કર્યુ છે તો...*
*આવવા દે તારા પપ્પાને..*
*બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો*
*દરેક મા એ કયારેક ને કયારેક* *પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....*
*અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.

7.

*✍આ પપ્પા એટલે ?*

*પપ્પા એટલે ખાલી એક નામ ?*
*પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?*
*પપ્પા એટલે ખાલી એક પદ ?*
*પપ્પા એટલે ખાલીબાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?* 
          *ના ….*

*પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...*

*આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની*
*અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...*

*આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી..*
*મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..*
*કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ*
*કર્યો જ નથી.*

*"ખબરદાર જો આમ કર્યુ છે તો...*
*આવવા દે તારા પપ્પાને..*
*બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો*
*દરેક મા એ કયારેક ને ક્યારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....*
*અને ન છૂટકે પણ પેલો ઓફિસ કે દુકાનમાં ફેમીલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

*બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.*

*એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોંમાથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબિતી છે કે નાની નાની તકલીફોમાં મા યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.*

*પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.*

*કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....*

*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.....*

*બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો*
*એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ*
*મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું*
*લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.*

*આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ* *ભણતરની કિંમત સમજાવતુ એક સુવાક્ય..*

*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....*

*આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..*

*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...*

*આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય....*

*આ પપ્પા એટલે આપણને કદિ યે પડી ન જવા દેતો*
*સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...*

*આખરે પપ્પા ઍટલે પપ્પા…બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ...*

*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*

*એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..*

 *Dedicated  to whole community of fathers / Papa🙏🏼🙏🏼

8.

*હીંચકે એકલા એકલા પપ્પા ...*

કેમ સમજતા નથી તમે 
કેમ પૂછો છો વારે વારે 
બધું જાણીને શું કરવું છે ? 
અંગત કૈં ના હોય અમારે ? 
કેટલીવાર કહ્યું છે ,
તમને એમાં  સમજ ના પડે 
*હીંચકે એકલા એકલા પપ્પા*
*વગર આંસુએ રડે.* 

ઉંમર થઇ છે તોય હજીયે 
પંચાતો કાં સૂઝે ? 
બે બે કપ તમે ચા ઠપકારો 
તોય તરસ ના બૂઝે ? 
કેટલીવાર કહ્યું છે 
તમને આટલી ચા તો નડે 
*હીંચકે એકલા એકલા પપ્પા* 
*વગર આંસુએ રડે.* 

સવાર પડતાં છાપું રોકી 
બેસી રહો છો રોજ 
ફેર પડે શું તમને , છાપું
બપોરે વાંચો તોય ? 
કેટલી વાર કહ્યું છે 
હાથ ન લૂછો છાપા વડે ! 
*હીંચકે એકલા એકલા પપ્પા* 
*વગર આંસુએ રડે.*

યાદ રાખીને દવા ન લ્યો 
પછી માંદા પડશો ત્યારે ? 
કામકાજ પડતું મુકીને 
દોડવું પડે અમારે ! 
કેટલી વાર કહ્યું છે 
તમને ફેર કોઇ ના પડે 
*હીંચકે એકલા એકલા પપ્પા* 
*વગર આંસુએ રડે.* 

મંદિર કેરે બાંકડે શોભો 
શોભો નહીં બગીચે 
માળા ફેરવો મૂર્તિ સામે 
પત્તા તે કોઇ ટીચે ? 
કેટલીવાર કહ્યું છે તમને 
તોય કશું ના અડે ? 
*હીંચકે એકલા એકલા પપ્પા*
*વગર આંસુએ રડે.* 

આજે રસોઇમાં બનાવ્યું છે શું 
એ જાણી શું કરશો
ચાવી પચાવી શકો નહીં તમે 
પેટ ઝાલીને ફરશો 
કેટલી વાર કહ્યું છે તમને 
છોકરાં છો કે લડે ? 
*હીંચકે એકલા એકલા પપ્પા* 
*વગર આંસુએ રડે.* 

હીંચકો ને પપ્પા બંનેની 
હાલત એક જ જેવી 
સતત ચાલતા તોયે ગતિ ના 
જીંદગી આ તે કેવી ! 
તોયે કોઇને કહ્યું નહીં કદી 
કડવા શબ્દો વડે 
*હીંચકે એકલા એકલા પપ્પા*
*વગર આંસુએ રડે.*

- તુષાર શુક્લ😭😭😭

9.


10.

*_A Beautiful Message on Father's Day._*🙏🙏🙏

*_સર્જરી રેસીડેન્સીના ફાઈનલ યીઅરમાં અમારા સાહેબ ઓપરેશન થીયેટરની બહાર, સર્જન્સ રૂમમાં બેસતા. તેઓ ઓ.ટી. ડ્રેસ પહેરીને તૈયાર હાલતમાં બહાર બેઠા રહેતા અને મને કહેતા, ‘(ઓપરેશન દરમિયાન) કાંઈ તકલીફ પડે તો બોલાવજે.’  એને ન્યુટનનો કયો સિદ્ધાંત કહેવો, એ નથી ખબર પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય, ત્યાં સુધી એક પણ વાર એમને અંદર બોલાવવાની જરૂર નહોતી પડી. અને એક વાર તેઓ બહાર નહોતા બેઠા, ત્યારે અડધી રાતે એમને ક્વોટર્સમાંથી તાત્કાલિક બોલાવવા પડેલા._* 

*_હું આ ઘટનાને ‘ધ પપ્પા ઈફેક્ટ’ કહું છું. જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય, ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ આપણો આત્મ-વિશ્વાસ વધારી દેતી હોય છે. ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે, જીવનના સંઘર્ષો સામે લડવા માટે. એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય, મળાય કે ન મળાય પણ દરરોજ રાતે આપણે એ સંતોષ લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રીલાએબલ કહી શકાય એવું કોઈ છે, જેને આપણે અડધી રાતે બોલાવી શકશું. કોઈ એવું, જે આપણી ‘પર્સનલ લાઈફ’ના ઓરડાની બહાર તૈયાર થઈને બેઠું હોય અને કહેતું હોય ‘કાંઈ તકલીફ પડે, તો બોલાવજે.’_*

*_આપણે સહુ કોઈ પપ્પા સાથેની ‘લોન્ગ-ડીસ્ટન્સ રિલેશનશિપ’માં હોઈએ છીએ. જવાબદારી, કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં આપણે ઘણીવાર એમનાથી દૂર થઈ જતા હોઈએ છીએ. ક્યારેક ફિઝીકલી તો ક્યારેક વર્બલી. પણ ઈમોશનલી ક્યારેય નહીં._*

*_એ દીકરો હોય કે દીકરી, લગ્ન પછીની એ કેવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવા માટે ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી દૂર થતા જઈએ. પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે ‘પપ્પા, હું ભલે આગળ નીકળી જાઉં, તમે ત્યાં જ ઉભા રહેજો.’ અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઉભા હોય. પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરીએબલ હોય છે, આપણી મૂવમેન્ટ. કારણકે પપ્પા તો અચળ હોય છે._* 

*_જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે, તો નક્કી આપણે જ દૂર ગયા હોવા જોઈએ. કારણકે કેન્દ્ર-બિંદુ ક્યારેય નથી હલતું. બસ, વર્તુળ મોટુ કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે. પરિઘ વિસ્તારવાના પ્રયત્નોમાં ક્યારેક આપણે કેન્દ્રથી દૂર થતા જઈએ છીએ._* 

*_ક્યારેક આપણે ‘સોરી’ નથી કહી શકતા, તો ક્યારેક તેઓ ‘થેન્ક યુ’ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણકે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા, પપ્પાની હાજરીમાં ક્યાંક સંતાઈ જાય છે. અને એટલે જ પપ્પાને લખીને કહેવું પડે છે કે ‘આઈ લવ યુ.’_* 

*£નિશાળમાં ગમતી કોઈ છોકરી પાસે વારંવાર એની નોટબુક માંગતા અને એ સમજી જતી, બસ એમ જ પપ્પાને કરેલા સાવ નકામા વોટ્સ-એપ ફોરવર્ડ્સ એ કન્વે કરવા માટે પૂરતા હોય છે કે ‘આઈ મિસ યુ.’_*

*_બહુ નસીબદાર હોય છે એ લોકો, જેમના પપ્પાનું સ્ટેટ્સ ‘ઓનલાઈન’ કે ‘અવેલેબલ’ બતાવે છે. બાકી, ઘણીવાર એવું બનતું હોય છે (ખાસ કરીને કોવીડ પછી) કે સંતાનો પોતાના પપ્પા સાથે ‘લોન્ગ ડીસ્ટન્સ રિલેશનશિપ’માં હોય, આ વખતે સ્પીરીચ્યુઅલી !_* 

*_પપ્પાની હયાતી હોય કે ન હોય, એમની હાજરી તો કાયમ આસપાસ જ હોય. એ પ્રોફાઈલ પીકમાં હોય કે ફોટોફ્રેમમાં, અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રમ્હાંડમાં, અન્ય દેશમાં હોય કે અવકાશમાં, એમનો પ્રેમાળ ઘેઘૂર અવાજ સતત આપણને કહેતો રહે છે, ‘કાંઈ તકલીફ પડે, તો બોલાવજે.’_*

.       *_🙏Still Love You Dad.🙏_*

11.

*LOVE  U  PAPA*

એક   પિતા   એના   દીકરાની   આલીશાન   ઓફીસ   માં   જાય છે ,

એના   દીકરા   ને   જોવે   છે   અને   એની   પાછળ   જઈ   ઉભા   રહી   જાય   છે..

એના   ખભા   ઉપર   હાથ   રાખી   ને પૂછે   છે  ...

"દીકરા,   તને   ખબર   છે   આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ? ?"

દીકરાએ   ઝડપ   થી   જવાબ   આપ્યો   કે-
  
"  *હું*  "

પિતાનું   દિલ   થોડું   બેસી   ગયું..
ફરીવાર પૂછયું..

"દીકરા...આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ?"

દીકરાએ  પહેલાં  ની   જેમ જ જવાબ   આપ્યો   કે

                  "  *હું*"

પિતા   ના   ચેહરા   ઉપર   થી   જાણે   રંગ   જ   ઉડી   ગયો.

પિતા   ને  બહુ  દુઃખ   થાય   છે  અને   આંખોમાં   આંસુ   આવી   જાય   છે ...

દીકરા   ના   ખભા   ઉપરથી   હાથ   લઈ અને   દરવાજા   તરફ   જવા  લાગે   છે.
ઓફીસના   દરવાજા   પાસે   જઈ   ઉભા   રહી... દીકરા   તરફ   પાછું   જોઈ અને   પાછું   પૂછે   છે ..

"દીકરા,   આ   દુનિયા   માં   સૌથી તાકતવર   માણસ   કોણ   છે  ? ?"

દીકરો   કોઈ જરા પણ ખચકાયા વગર  બોલે   છે

               "  *ત મે* "

પિતા   એકદમ   હેરાન   થઈ   જાય   છે...  દીકરાના   આ   બદલતા   વિચાર   જોઈ ને   પિતા   ના   કદમ   અંદર તરફ પાછા   વળે છે અને   ધીમે   થી   પૂછે   છે...

"થોડી   વાર   પેહલા   તારા   વિચાર   માં   આ   દુનિયા   નો તાકતવર   માણસ   તું   હતો   અને   હવે   મારુ   નામ  કેમ કહેશ..?"

દીકરો   કહે   છે   કે   "જ્યારે  તમારો   હાથ   મારા ખભા   ઉપર   હતો   ત્યારે   આ   દુનિયાનો   સૌથી   તાકતવર   માણસ   હું   હતો 
અને   જ્યારે   તમારો   હાથ  ઉઠી   ગયો  અને   તમે   જતા   રહ્યા  ત્યારે   હું   એકલો   થઈ   ગયો  
કારણ   કે   મારા   માટે   તો
દુનિયાના સૌથી   તાકતવર   માણસ તમે   જ   છો ."

_*Dedicated  To  All  Fathers*

Happy Father's Day







19.6 22














[19/06, 19:54] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *
વ્હાલા પપ્પા ફાધર્સ ડે ની ખુબ ખુબ શુભકામના*

"આજના દિવસે કરું પ્રાર્થના 
હો જનમોજન્મ માતાપિતા બસ આજ ઈચ્છા
ખુબ ખુબ આભાર તમારો , કરી દરેક ઇચ્છા પુરી અમારી"...!

 આજે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે, જે દરેક દીકરા, દીકરીના જીવનનો 
પ્રથમ પુરુષ હોય છે. 
મારાં જીવનનો પ્રથમ પુરુષ એટલે મારાં પપ્પા. 
આજે મારાં પપ્પાના જન્મદિવસ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. 
આપણને જીવનભર ક્યારેક જ પ્રેમાળ લાગતા પિતા દાખલા રૂપે, ઠપકા રૂપે કે સીધી કે આડકતરી રીતે શુભેચ્છા આપનાર પિતા 
 જ હોય છે. 

 દરેકની જિંદગી નું પ્રથમ રોલ મોડેલ વ્યક્તિત્વ એટલે “પપ્પા “. 
મમ્મી લાગણીશીલ ને સોફ્ટ હર્દયવાળી, ચિંતિત રહે દિવસ ભર અને પેમ્પરિંગ કરી પ્યાર દર્શાવતી હોય છે, તો શું ઓછું બોલનારા અને માત્ર માર્ગદર્શન આપતા પપ્પા એ વખાણવા કે પ્રેમ ન્યોછાવર કરવા જેવું વિશાળ વ્યક્તિત્વ નથી ? 
મને મારાં ઘણા મિત્રો, સહકર્મીઓ પૂછતાં હોય છે કે પંખુડી મે'મ તમે બેંકમાં, પરિવારમાં , સાહિત્ય માં અને સોશિયલ લાઈફ ને કેવીરીતે મેનેજ કરો છો. 
તો મારો જવાબ એકજ હોય છે, હું જિંદગીનું મેનેજમેન્ટ મારાં પપ્પા પાસે થી શીખી છું. લાઈવ ટેલી કાસ્ટ રોજ જોતી પપ્પા નો વ્યવહાર ઘરે, ઓફિસે, વાંચન માં, લેખન માં, શોખ માં (જ્યોતિષ )..etc. 
બસ બધા માટે સમય 24 કલાકનો હોય છે. એ મેનેજમેન્ટ મને કોઈ સ્કૂલ, કોલેજ કે પુસ્તક કે કોઈ વિડિઓ એ નહીં મારાં પપ્પાએ આપ્યું છે. 
આપણે હમેશા કહેતા હોઈએ છીએ કે 
પપ્પા એટલે એવું પાત્ર જે આપણને કદી વ્હાલ નથી કરતાં કે કદી આપણે એમને નથી કરતાં. પણ ના.. કરતાં તો હોઈએ જ છીએ બસ જતાવવાની રીત અલગ હોય છે. 

પપ્પા એટલે સાગર જેવા વિશાળ કેટ કેટલું નીકળે એમાંથી. પણ એના માટે સમુદ્રની ગહેરાઈ માં ઉતરવું પડે. 
આખા પરિવારનો એવો કપ્તાન જે જરૂરિયાત, સપના, સુરક્ષા ,સગવડ અને ઉજ્જવળ ભવિષ્ય સિવાય આજીવન કંઈ વિચારતા જ નથી હોતા. 
એમના ખિસ્સા ઇન્કના ડાઘા વાળા જરૂર હોય છે પણ સંતાનના સપના પુરા કરવા એજ ખિસ્સા એ ખાલી કરે છે. 
સુખ, સમૃદ્ધિ અને પુરુષાર્થ નો પર્યાય એટલે પપ્પા. 

પરિવારની નાની નાની જરૂરિયાતો સંતોષવામાં પોતાની સાવ નજીવી જરૂરિયાતને અવગણે એ “પપ્પા” જ હોય.  

પરિવારની દુનિયામાં આવડી મોટી દુનિયા
સામે ખરા ઉતરતા એટલે પપ્પા. 

પપ્પા એટલે બધી જરૂરિયાત અને સપનાનું સુરક્ષા કવચ.

જરૂર પૂરતું જ બોલે, અને સંતાન ની સમસ્યા સામે મોટુ લેક્ચર કે ખોબા ભરી આશ્વાસન આપવાના બદલે હાથ આપણાં ખભા મૂકી અને માથા પર હાથ ફેરવી વ્હાલ કરી આપણને આત્મવિશ્વાસ આપે એ પપ્પા જ હોઈ શકે. 
આખી દુનિયા વિરોધમાં હોય પણ પપ્પા કહે હું છે ને... "તારો બાપ બેઠો છે હજી". આ વાક્યએ બધી સમસ્યા પણ નીચે તળિયે બેસી જાય છે. 
 દુનિયાની સૌથી મજબૂત રક્ષણાત્મક ઢાલ એટલે પપ્પા. 
મા ક્યારેય નિવૃત નથી થતી તો પિતા પણ કદાચ ઓફિસમાં જ નિવૃત થતા હશે. પણ સંતાન ના સંતાન આવી જાય છતા આજીવન કાર્યરત રહેતી કરોડરજ્જુ એટલે પપ્પા .
આપણને યુવાન થતા જોતા પપ્પાની 
કરચલીઓ આપણે જોઈ નથી શકતા.  
દિલ ને બાજુમાં મૂકી દિમાગથી બુદ્ધિ પૂર્વક અમુક નિર્ણયો આપણને કઠોર લાગ્યા હશે, પરંતુ અમુક મહિના પછી ખ્યાલ આવે કે આ નિર્ણયોમાં આપણા માટેની કાળજી ને પ્રેમ જ માત્ર છુપાયેલો હોય છે. 

 જીવન ના આ પ્રથમ પુરુષની જાણે અજાણે તેની ઉપેક્ષા થતી હોય છે, અને સમય આવ્યે જ પ્રશંસા કરતાં હોય છે સંતાનો. 

મારી બેંકે મારાં નામ પાછળ આજેય મારાં પપ્પાનું નામ લખાય છે, જે આજીવન મારી માટે પીઠબળ સમાન છે.

 કોઈએ સાચું જ કહ્યું છે કે દરેક પિતા માટે એનો દીકરો “હીરો “ને દીકરી હંમેશા ” પરી ” જ હોય છે .

આપણી ટચુકડી આંગળીઓ જેમણે પકડી હોય, એ સ્પર્શ યાદ કરી આપણી પાછળ વૃદ્વ થનાર એ હાથ ને પકડીએ. 
 જોજો એ વૃદ્વ કરચલલી વાળું સુકોમળ આપણા જ બાળપણ જેવું પ્યારું મુખ થઇ જશે.

 વ્હાલભરી પ્રેમાળ અને ખુબસુરત જિંદગી આપવા માટે thank you pappa 
શબ્દ ખુબ નાનો લાગે છે. 
એટલે માત્ર love u papa .
પારુલ હરિલાલ પંડ્યા (પારુલઅમિત'પંખુડી')
[19/06, 19:54] Mordan Bhatt Admn Gandhi Kavita Group: પિતાને પત્ર

બંધ મુઠ્ઠીની રેખામાં જેમણે રંગપૂરણી કરી છે એવા વંદનીય પિતાને મારા પ્રણામ 

મને ઈશ્વરનાં શરણમાં રહેલા તમારા અંતરાત્મા સુધી મનની વાત કહેવાનો અવસર પત્ર દ્વારા મળ્યો.
બાળકો કબાટ ખોલીને બધું આમતેમ કરી રહ્યાં હતાં, આલ્બમમાંથી અલગ સાચવી રાખેલી એક ફોટો તેઓના હાથમાં આવી ગયો. એ રમતાં રમતાં મને આપી ગયાં.
એ ફોટો નહિ એક અલગ જ તાસીર..!  
એ કન્યાદાન સમયની તસ્વીર જે કહી રહી હતી હું એક નવરંગ હીરો સોંપી રહ્યો છું જે સમયને ઝળહળતો રાખશે અને હું સંસ્મરણોમાં ખોવાઈ ગઈ. 

હા પિતાજી,
એ બાળપણના દિવસો યાદ આવે છે. રજાના દિવસે તમે અગાશીમાં ક ખ ગ ઘ ને એ બી સી ડી હાથ પકડીને ઘૂટાવતા, ચિત્ર દોરતાં શીખવાડતા, નકામા કાગળને પલાળીને એનો માવો કરીને નાનાં નાનાં રમકડાં બનાવડાવતાં હા..આજ એ જ સ ર ગ મ મેં જીવનમાં પકડી રાખી છે જેણે મને ખૂબ સફળતા અપાવી છે. લોકો તમને ખૂબ યાદ કરે છે ને કહે છે કે પિતાનો વારસો જાળવી રાખ્યો છે. 
તમારો સેવાયજ્ઞ, કોઈને મદદરૂપ થવું એમ કહું કે સમર્પણને સેવાને બાથ ભરી છે.
             તમારા આપેલ સંસ્કાર,કલા,સાહસ,
સુવિચાર લખવાની આદત. આ હારમાળા એ જીવનમાં ક્યારેય હારવા નથી દીધી.સમયને કહેવું પડે છે થોભી જા ... મારે હજુ ઘણું કરવું છે.

          હું જ્યારે સિલાઈમશીન પર સીવતા શીખી ત્યારે દોરાનો એક કલર મંગાવું તમે બાર કલર હાજર કરી દેતા.પરીક્ષા પુરી થાય કે નોટબુકનાં કોરા પાના ભેગાં કરી રફબુક તૈયાર કરાવતા ને જૂની બુકને પૂંઠા સાથે બાઈન્ડિંગ કરતા શીખવેલું.હું કંઇ પણ કરું  
અરે વાહ..! ખૂબ સરસ... આ તમારા શબ્દોએ મને પારંગત કરી.ખાસ બેંકમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા મોકલતા.આમ તમે મને આત્મનિર્ભર બનાવી.કોઈ પણ સંજોગોમાં ધીરજ અને હસતાં રહેવું શીખવ્યું જેને કારણે આજ મારો પારિવારિક જીવનબાગ મહેકી રહ્યો છે. એ સમયે કોઈ વર્ગો નહોતા કે કોઈ ડિગ્રી મળે.મને એ...વોર્ડમાં રહીને પણ એવોર્ડ જરૂર મળ્યા છે.આમ પિતાજી તમે મારા માટે પિતા સાથે એક વિશેષ ગુરુ બની રહ્યા.

આજ હું નાની દાદી બનીને એ જ કલમને પીંછી સાથે બાળકોને રમતાં શીખવું છું.પિતાજી આજ મારી તમને સાચી શ્રદ્ધાંજલી છે.તમે હથેળીમાં પૂરેલા રંગોમાં નિખાર લાવવા સમયને સાચવતી મેળવેલ ઉપનામ સાથે વિરમું છું.

કલાકાર
કલમને કરકસરના કસબી
આજની વિજેતા
તમારી પુત્રી.

જયશ્રી માંકડ
રાજકોટ
[19/06, 19:54] Mordan Bhatt Admn Gandhi Kavita Group: મોહતાજ નથી,  
ભારત નો પિતા 
કોઈ ' ડે ' માટે, 
અહી બારેમાસ, ....
' પિતૃ પ્રેમ' દિવસ. 
  -- મેહુલ ત્રિવેદી 
(પ્રેમ નો માણસ )
[19/06, 19:54] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *વાર્તા:
શીર્ષક : અપમાનનો બદલો.* 

"હવે ચાને કેટલી વાર છે ? "

હિંચકે ઝૂલતા કલ્પનાબેને રસોડામાં ટિફિન બનાવતી પૂજાને બૂમ પાડી.

" એ લાવી મમ્મી. " કહેતી પૂજાથી ઉતાવળમાં ચાનો કપ હાથમાંથી છટકી ગયો.અવાજ સાંભળતા જ કલ્પનાબેન તાડુક્યાં,

 "તારા બાપના ઘરેથી દલ્લો લઈને નથી આવી તે રોજ ઉઠીને નુકશાન કરે છે.નવા કપ રકાબી શું તારો બાપ લાવી આપવાનો છે ? એણે તો બાપ જન્મારેય આવા મોંઘા કપરકાબી નહિ જોયા હોય. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?"
   કલ્પનાબેનની અસ્ખલિત વાણી ચાલુ થઈ ગઈ.

"મારી જ બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે આ સાવ ભિખારી જેવાની દિકરી હું મારા કુંવર જેવા દીકરા માટે લઈ આવી."
   કલ્પનાબેન પૂજાનું અપમાન કરવાનો એક પણ મોકો છોડતા નહિ.તેને તો ઢગલો દહેજ લાવે અને કીટી પાર્ટીમાં તેનો વટ પડે તેવી વહુ લાવવી હતી.પરંતુ તેના ભાઈ પૂજાના ઘરની બાજુમાં જ રહેતા હતા અને પૂજાને અને તેના પપ્પાને નાનપણથી ઓળખતા હતા.ખૂબ સંસ્કારી,ભણેલી અને સુંદર પૂજા માટે તેમણે જ તેના બનેવી કેશવભાઈ અને ભાણા પર્વને વાત કરેલી.
   પૂજા એક સામાન્ય ઘરના,સરકારી કારકુન રાઘવભાઈની એકનીએક દિકરી.રાઘવભાઈએ પેટેપાટા બાંધીને પણ આ નમાયી દીકરીને ભણાવી.સંસ્કારનો કરિયાવર આપીને સાસરે વળાવી હતી.
    પર્વ પણ પૂજાની કોલેજમાં જ ભણતો હતો,તેને પણ પૂજા પહેલેથી જ ગમતી હતી.કોલેજમાં કેટલાય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બંને સાથે ભાગ લેતા લેતા ક્યારે એકબીજાને પસંદ કરવા લાગ્યા તે તેઓને પણ ખબર ના હતી.
જ્યારે મામાએ પૂજાનો ફોટો બતાવ્યો કે તે આનંદથી ઉછળી પડ્યો અને બધાએ ભેગા થઈને કલ્પનાબેનને પણ મનાવી તો લીધા હતા ત્યારે પરંતુ તેમની ઈચ્છા અધુરી રહેતા તેઓ આવી ગુણિયલ વહુ પૂજાને દિલથી ના સ્વીકારી શક્યાં.અને વારેવારે તેના ગરીબ બાપની ઠેકડી ઉડાડી અપમાન કરતાં.
     આજે પણ સવાર સવારમાં કલ્પનાબેનની ધાણીફૂટ વાણી સાંભળી પર્વ નીચે આવી કંઈ કહેવા જતો હતો ત્યાંજ પૂજાએ તેમને ઈશારો કરી રોકી દીધો.પરંતુ હવે પર્વ અને કેશવભાઈએ સાથે મળીને કલ્પનાબેનને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી જ કર્યું.તેમાં પૂજાને પણ સામેલ કરી.
  પૂજાને સાસરે આવી ત્યારથી તેના એકલા રહેતા પપ્પાની ખૂબ ચિંતા રહેતી હતી. આજે તે ઘરનું બધું કામ પતાવી પપ્પાના ઘરે જવા નીકળી,ત્યાં જ કલ્પનાબેન બોલ્યા, 
"આમ બની ઠનીને મહારાણી ક્યાં મહાલવા નીકળ્યા ?
 સાંજે કીટી પાર્ટી છે ખબર છે ને ? તૈયારી કોણ કરશે તારો બાપ ?"
પૂજા પણ હવે કંટાળી હતી, "મમ્મી આમાં મારા પપ્પાને શું કામ વચ્ચે લાવો છો ? હું કામ કરીને જ જાઉં છું અને સાંજે સમયસર આવી પણ જઈશ.આજે મારા પપ્પાને ઠીક નથી એટલે તેમને દવાખાને બતાવવા જાઉં છું."
  "ઓ હો હો ! હવે તો ખિસકોલીને ય મોઢું આવી ગયું ! જા,તો જા. પણ ખબર છે ને બાપના ઘરેથી ખાલી હાથે ના અવાય ? આવે ને એટલે બાપના ઘરેથી મહામૂલો થોડો દલ્લો ય લેતી આવજે."
પૂજા કઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ચાલી ગઈ.
સાંજે કલ્પનાબેનની બધી બહેનપણીઓ કીટી પાર્ટીમાં આવી ગઈ.પૂજા બધી જ તૈયારી બહાર બગીચામાં કરીને જ ગઈ હતી.એટલે કીટી પાર્ટી ત્યાં જ હતી.બધી બહેનપણીઓ કલ્પનાબેનને તેની વહુ પૂજા વિશે જ પૂછી રહી હતી. ત્યાં તો રીક્ષાનો અવાજ આવતા સૌએ એ તરફ જોયું. પૂજા તેના પપ્પાને હાથ પકડી લાવી રહી હતી.
  બધી આન્ટીઓને પ્રણામ કરી તેમણે બધાની માફી માગી કે મારે થોડું આવવાનું મોડું થઈ ગયું. બધી બહેનપણીઓ તો પૂજાના સંસ્કાર, વાણી,વર્તન અને રૂપના વખાણ કરવા લાગી અને કલ્પનાબેનને આવી સુંદર અને ગુણિયલ વહુ માટે અભિનંદન આપવા લાગી. પૂજા કલ્પનાબેન સામુ જોઈને બોલી, "મમ્મી, તમે કહ્યું હતું ને કે તારો મહામૂલો દલ્લો લેતી આવજે. તો હું મારા પપ્પાને લઈ આવી. થેંક્યું, મમ્મી."
 કહી કલ્પનાબેનને પગે લાગી વળગી પડી. 
" તમે મને આ ના કહ્યું હોત ને મમ્મી તો હું આ નિર્ણય લઈ જ ના શકી હોત.મારા દિલનો બધો ભાર તમે હળવો કરી દીધો મમ્મી."
કલ્પનાબેનની બધી બહેનપણીઓ પણ કલ્પનાબેનનાં આવા આધુનિક વિચારો જોઈ વાહવાહ કરવા લાગી.
કલ્પનાબેન કંઇ બોલવા માંગે પણ શું બોલે ? પરાણે હસતું મોઢું રાખી બધાના અભિનંદન સ્વીકારતા રહ્યાં.પૂજાએ ઉપર જોયું તો બાલ્કનીમાંથી કેશવભાઈ અને પર્વ ખુશીથી અંગૂઠો બતાવી રહ્યાં હતાં અને નીચે કલ્પનાબેનને અત્યાર સુધી કરેલા પૂજાના અપમાનનો બદલો જાણે થપ્પડ વાગી હોય તેમ ચચરી રહ્યો હતો.

 *-ભારતી ભંડેરી "અંશુ",અમદાવાદ.*
[19/06, 19:54] Mordan Bhatt Admn Gandhi Kavita Group: 🙏🏻પપ્પા.પપ્પા એટલે કોણ?👏🏻
( ✅👍🏻 આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની બખૂબી પોઈંટ વાઈસ રજૂઆત ) , ગમે તો જરૂર થી ફોરવડઁ કરજો !! 
➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !! 
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! 
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* ) 
✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
 ✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે. 
✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
👍🏻 જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. 
👉🏻 ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. 
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*

   🏵️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા. 

➡️ દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
    
♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે. 

👍🏻 *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.

🙏🏻 પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.    

✍🏻 *પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ....!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*

  🔔✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*. 

✅ દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

 ➡️ *દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
  😄✅😁 પપ્પા....જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય. 

👉🏻 પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય. 

✍🏻 જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!! 

👏🏻🙏🏻👏🏻 પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો. 

➡️ ✅ ➡️તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

🏵️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે*. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!

🔔 પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો ...હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !! 

👏🏻 ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા - છોકરીઓની હાજરી માં તો નહી જ !!! 
👉🏻 કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !! 

👏🏻🙏🏻👏🏻હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! 🙏🏻
*સર્વે બાપુજી,બાપા,પપ્પા,પિતા ને સમર્પિત*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[19/06, 19:56] Mordan Bhatt Admn Gandhi Kavita Group: મારાં પપ્પા

જેમની આંગળી પકડીને ચાલતાં શિખ્યાં,
જેમનાં ખંભા પર બેસીને દુનિયા જોઈ,
એ'જ છે, મારા પપ્પા..

પોતે જીવનભર સંધર્ષ કરતાં, અમોને ખુશી આપતાં,
પોતાની ખુશીઓ ને ભૂલી જતાં,
એ"જ છે, મારા પપ્પા..

આવે કોઈ મુશ્કેલી જો જીવનમાં,
"હું તારી સાથે છું." કહી ઢાલ બનીને રહેતાં,
એ'જ છે, મારા પપ્પા..

બધાંનાં મનની વાત જાણતાં,
બધાંની ઈચ્છાઓ એ પૂરી કરતાં 
એ'જ છે, મારા પપ્પા..

દેખાવે કઠોર બની ઠપકો આપતાં,
અંદરથી દિલને દરિયો રાખી લાગણી આપતાં..
એ'જ છે, મારા પપ્પા..

દર્દ કોઈનું ના જોઈ શકે, કાયમ
અમારાં આંસુને લૂછતાં, હસતાં પોતે દર્દ પીતાં 
એ'જ છે, મારા પપ્પા..

આજ સાથ છે, માથા પર હાથ છે,
મારા પપ્પા પરિવારનાં મોભી, ગર્વથી કહીં
એ'જ છે, મારા પપ્પા..

- તેજસ વસાણી..જામનગર

[19/06, 13:20] +91 72288 56400: *ફાધર્સ ડે જૂન ૨૦૨૨*
પ્રકાર *પદ્ય* *અછંદાસ*
આંગળી પકડી ચાલતા શીખ્યો આંગળીનું ઋણ
જીવનનું ગાડું ગબડાવતા શીખ્યો ગુરૂનું રૂણ

મારે તો એક એક દિવસનું પિતાજીનું ઋણ
આખરી જીવન સુધી શ્વાસ ઉચ્છવાસનું ઋણ

સંસ્કાર સીંચ્યા જીવનમાં આ જીવનનું ઋણ
કંડારી ગયા તમે પ્રતિષ્ઠા તે પગદંડીનું ઋણ

જીવનમાં પાયાના ઘડતરનું મહામુલું ઋણ
આ જીવનમાં નહીં જીવન જ છે પપાનું ઋણ
 
સ્મરણ સદા યોગેશને પપાએ આપેલ સંસ્કારનું ઋણ
આજ નહીં જીવનમાં પ્રત્યેક દિવસે પપાનું ઋણ
યોગેશ વ્યાસ જામનગર
૧૯.૦૬.૨૨
[19/06, 18:14] +91 99787 35736: 💧💥💧
 ઈચ્છો છો અાપ, કે
  અાપનું ચાલે,
 એ ઘરમાં લાગણી પર કાપનું ચાલે!
 એક વાત નક્કી કે
 જે કુટુમ્બમાં,
 મા-બાપનું ન ચાબૈ,
 ત્યાં પાપનું ચાલે !
 🔥
  -- ખ્વાબ.

[19/06, 08:04] +91 98240 91101: શુભ સવાર ... જય ભોલે...☀☀☀

આપણી ભારતીય સંસ્કૃતિ 
એટલે માતા પિતાના ચરણોમાં 
૬૮ તિર્થોની અનુભૂતિ...

હું મારા માતાપિતાને 
રોજ સવારે અને સાંજે 
નિયમિત નમસ્કાર કરું છું...

હું રોજ MOTHER'S DAY અને 
FATHER'S DAY મનાઉ છું...jn
[19/06, 08:11] +91 97375 73683: 🙏 *🙏બાપ નથી શેઢાનો સાપ🙏🙏*                          
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ઘર અને પરિવારનો ઘેઘૂરો વડલો મારો બાપ
         મિત્રો,બાપ નથી શેઢાનો સાપ 

પરીવારનાં માટે બાપ તો,               
                   સુખનો શીતળ છાંયો
પરીવારના માટે બાપ તો,     
                  ઇમારતનો ઊંડો પાયો

બાપ નથી પથ્થર,તેના પ્રેમનું નહીં કોઈ માપ     
         મિત્રો,બાપ નથી શેઢાનો સાપ

દિકરી માટે બાપ તો છે,
                ઉરના આનંદનો હિંચકો
દિકરા માટે બાપ તો છે,
             સંસ્કારનો મધમીઠ્ઠો ઠપકો
   
બાપની તોલે ના આવે કોઈ કરો સદા જાપ            
          મિત્રો,બાપ નથી શેઢાનો સાપ
         
બાપનો પ્રેમ નથી દેખાતો,
          તેનાં ઉરમાં છે હેતનો સાગર
અંદરો અંદર પોતે મૂંઝાય,
        ના કહે વ્યથા કોઈની આગળ

બાપ મા બની શકે તે છે મીઠી નદીનો કાંપ
         મિત્રો,બાપ નથી શેઢાનો સાપ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                    લિ.
 *કનુજી કેશાજી ઠાકોર( કનકસિંહ)* 
 *શિક્ષક/હાસ્ય કલાકાર/* *બાળકવિ*
[19/06, 08:11] +91 97375 73683: 🌹🌹 *મારા પિતા 🌹🌹* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મારા ઘરનો વડલો,ઘરનો મોભ મારા પિતા
બાળપણમાં એમનાં ઠપકાથી કેવાં બીતાં?

વાતવાતમાં એ આંખો કાઢતાં
              એમનો ગુસ્સો લાગતો મીઠો
એમની એ આંખોમાં મે સદા
            સ્નેહનો ઉભરાતો સાગર દીઠો

હસતી,રડતી આંખે સદા કુટુંબની કરે ચિંતા
મારા ઘરનો વડલો,ઘરનો મોભ મારા પિતા

સુખ દુઃખમાં સદા સાથે રહે
               પોતાના દુઃખને ના બતાવે
દિકરા કે દિકરી માટે હંમેશાં
              તેઓ તેમની ખુશિયા લાવે

હૃદયમાં પરિવાર માટે પ્રેમની ઉમડતી સરિતા
મારા ઘરનો વડલો,ઘરનો મોભ મારા પિતા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
               *રચયિતા*
 *કનુજી કેશાજી ઠાકોર* 
 *કનકસિંહ* 
 *હાસ્ય કલાકાર/બાળકવિ*
[19/06, 08:11] +91 97375 73683: 🌹🌹 *મારા પિતા 🌹🌹*
 
 *Happy Father's day* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મારા પિતા તો છે તપતા સૂરજ
પિતાનાં ચરણોની લેજો તમે રજ
             સૂરજ તપીને આપે છે ઉજાસ
            પિતાનાં ક્રોધમાં પણ છે સુવાસ

સૂરજ આપે ધરાને ગરમ લાયો
પિતા કુટુંબને આપે શીતળ છાંયો
            સૂરજ છે સૌ જીવોનો આધાર
           પિતા વિના ઘર બને છે નિરાધાર

સૂરજ તો કયારેક બાળે કે ઠારે
પિતા સદા હોય પરિવારની હારે
            સૂરજ તો ધરા પર ઓકે આગ 
           પિતાનાં હૈયામાં વિરહનો ફાગ
 
સૂરજ કરતા મારા પિતા મહાન
મારા પિતા માટે જીવન બલિદાન
           મારા પિતા તો છે તપતા સૂરજ
           પિતાનાં ચરણોની લેજો તમે રજ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
             *લિ.* 
 *કનુજી કેશાજી ઠાકોર*( *કનકસિંહ)*
 *હાસ્ય કલાકાર/બાળકવિ*
[19/06, 08:13] +91 94282 02102: એ થોડા સ્વાર્થી છે
એ પોતે જ બધુ ઓઢે છે
પોતાના સંતાનને એનાથી વંચિત રાખે છે.
એ થોડા મતલબી પણ છે
પોતે બધું જ ખાય છે અને
પોતાના સંતાનને એનો સ્વાદ પણ ન ચાખવા દે.
એ થોડા મૂડી પણ છે
પોતે જેમ રહેવા ઈચ્છે એમ રહે
પણ સંતાને તો એવી રીતે નહીં રહેવાનું..
હા એ હેપી ફાધર છે.
એને..
એ તાપ,ટાઢ અને વરસાદ ઓઢી લે છે.
અને
ગમ, ગુસ્સો ખાય છે.
અને 
એને તકલીફ માં રહેવાનું ફાવે છે ...
પણ સંતાને તો હેપી જ રહેવાનું અને વળી બોલવાનું
*"હેપી ફાધર્સ ડે"??!!!*
- કેતન ભટ્ટ
લ.તા. 16.6.19
[19/06, 11:05] +91 98242 20593: પિતાએ જ્યાં આંગળી મારી પકડી,
પછી આ દુનિયામાં મેં સ્પીડ પકડી,
ઘણી હતી આ જીવનની ગલી સાંકડી,
પણ મારા જીવતરની રીત બનાવી ફાંકડી,
આજ ફરી જોવાને તરસે આંખલડી.
🙏💐
[19/06, 11:35] +91 90335 69050: મારાં પપ્પા

જેમની આંગળી પકડીને ચાલતાં શિખ્યાં,
જેમનાં ખંભા પર બેસીને દુનિયા જોઈ,
એ'જ છે, મારા પપ્પા..

પોતે જીવનભર સંધર્ષ કરતાં, અમોને ખુશી આપતાં,
પોતાની ખુશીઓ ને ભૂલી જતાં,
એ"જ છે, મારા પપ્પા..

આવે કોઈ મુશ્કેલી જો જીવનમાં,
"હું તારી સાથે છું." કહી ઢાલ બનીને રહેતાં,
એ'જ છે, મારા પપ્પા..

બધાંનાં મનની વાત જાણતાં,
બધાંની ઈચ્છાઓ એ પૂરી કરતાં 
એ'જ છે, મારા પપ્પા..

દેખાવે કઠોર બની ઠપકો આપતાં,
અંદરથી દિલને દરિયો રાખી લાગણી આપતાં..
એ'જ છે, મારા પપ્પા..

દર્દ કોઈનું ના જોઈ શકે, કાયમ
અમારાં આંસુને લૂછતાં, હસતાં પોતે દર્દ પીતાં 
એ'જ છે, મારા પપ્પા..

આજ સાથ છે, માથા પર હાથ છે,
મારા પપ્પા પરિવારનાં મોભી, ગર્વથી કહીં
એ'જ છે, મારા પપ્પા..

- તેજસ વસાણી..જામનગર
[19/06, 14:14] +91 98257 05879: પિતા !!!

સાહસ ને પણ શરમાવે એવું હામ આપ્યું
પિતા તે મને,
જમાના માં ઓળખ મળે એવું નામ આપ્યું 
પિતા તે મને,

જગત ને સમજવાનું સાંચુ ભાન આપ્યું 
પિતા તે મને,
ક્યાં ટકવું ને ક્યાં અટકવું એ જ્ઞાન આપ્યું 
પિતા તે મને,

પડકારો ને પછાડવાનું આહવાન આપ્યું 
પિતા તે મને,
જે લાયક હું બન્યો પણ નથી 
      સૌથી પેલું સન્માન આપ્યુ 
પિતા તે મને,

જીત્યા નથી કોઈ ગઢ કે કિલ્લાઓ 
       ને માંગ્યા વગર ઇનામ આપ્યું 
પિતા તે મને,
નથી ભલે કોઈ કિમંત જમાનાને જેની 
     જે કંઈ આપ્યું જાજરમાન આપ્યું 
પિતા તે મને,

"બેખુદ" તો જમાના એ બનાવ્યો 
      દિલદાર બનાવતા શીખવાડ્યું 
પિતા તે મને,
મારા માર્યા બાદ તુ પાછળ રહીશ 
      નામ બની એ વરદાન આપ્યું
પિતા તે મને,

- પ્રણવ જોશી "બેખુદ"
[19/06, 16:56] +91 99253 92058: *પિતાની સરળ વ્યાખ્યા*

*કમાયેલું ધન દિકરાને આપવા અને*
*કાળજાનો કટકો (દિકરી) પારકાં ને આપવા માટે* 
*આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા !*
[19/06, 18:53] +91 97375 73683: 🌹🌹 *બાપથી બેટા થયા છેટા🌹🌹* 
               ( *કટાક્ષ રચના)* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપ એવા બેટા અને વડ એવા ટેટા
આજે બાપથી બેટા થયા સાવ છેટા

           ઘરનો મોભ,ઘરનો ઘેઘૂરો વડલો બાપ
          આજે બેટા બાપને આંસુનો કરાવે ભેટા 

ગામ આખાની કરે બેટો પારકી પંચાત
પોતાનાં બાપનો ભૂલી ગયો હોય ડેટા

             બાપની શિખામણ રહી ઝાંપા સુધી
            બેટા બેસે ઊંચાઈ પર,બાપ હોય હેઠા

કડવી લાગે આજે બાપની શિખામણ
બેટા આજે બાપને ધક્કા મારતાં દીઠા

             બાપ નથી શેઢાનો સાપ એ વાત ખોટી
            બાપના ઠપકા હોય છે બેટા માટે મીઠાં

સંસ્કૃતિ પર આજે વિકૃતિની અસર થઈ
ખોટા રવાડે ચડી બાપને તરછોડે બેટા

           બાપ એવા બેટા અને વડ એવા ટેટા
           આજે બાપથી બેટા થયા સાવ છેટા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
        *રચયિતા* 
 *કનુજી કેશાજી ઠાકોર "કનકસિંહ"* 
 *બાળકવિ/હાસ્ય કલાકાર*

[19/06, 20:28] +91 98254 28992: ❣️મારા બાપુજી ❣️
(પિતાજી /સસુરજી) 
વ્હાલા પિતાજી /સસુરજી એવા મારા બે બાપુજી ને સાદર પ્રણામ 🙏 મધુરી યાદ સાથે આદરાંજલી રુપે અશ્રુ સુમન 😭!! 

 આજે ફાધર્સ ડે નિમિત્તે જ યાદ કરવા નથી ચાહતી. ક્યારેય ન ભૂલાય એવા બાપુજી અને સસુરજી ની વાતે: ક્યારેક હૈયે અતિ સંવેદના જાગતાં હું બાપુજી ને યાદ કરી એમના ગુણોથી જીવનની વસમા સમયને પાર કરવા પ્રેરણા મેળવતી. બાપજી ને મેં કાયમ પાયામાં પુરાયેલાં પથ્થરની જેમ રહી બાળકોનાં વિકાસ માટે પ્રયત્ન કરતાં જોયા છે. આમ બાપુજી વટવૃક્ષ બની છાંયો ધરે અરે પોતાનાં હર બાળકની ઇચ્છા જાણે , એને પૂરી કરવા મથે એમાં જ પોતાનું સુખ સમજે. મેં ઘણી વખત બાપુજીને અતિ પરિશ્રમ કરી પરિવારને સુખ રુપ ચલાવતાં જોયા છે. અમે નાનાં હતાં એ અમારી માંગ પૂરી કરતાં એમાંજ અમે ખુશ થઈ જતાં. અમારી ખુશી થી તે પોતાનું દુઃખ કષ્ટભૂલી રહી અચૂક ખુશ થતાં અરે અમારાં ભણતર નું ચણતર પોતે ઓછું ભણેલા છતાં સતત રીઝલ્ટ જોઈ ગર્વથી પીઠ થાબડતાં. જે વધુ ભણવા પ્રેરક બળ બની જતું. હા કદી રુક્ષ થતાં અમારા વર્તન થી પણ વાર્તાઓ રુપી બોધ આપી અમને સમજાવતાં. 
અમે કાયમ જાણ્યું અનુભવ્યું છે બાપુજી ઘરનો મોભ એટલે તાજ જણાતા. 
એમનાથી હર વહેવારમાં વટ પડતો, તહેવારમાં મોજ મજા આનંદ થી પરિવાર સુખની અનુભૂતિ માં છલકતું જણાતું. ક્યારેક લડે ગેર વર્તનથી તો સારા સંસ્કારે લાડ પણ લડાવી જાણતાં. એમનાં દુઃખની કોઈને કદી ખબર જ ના પડી તેવા હતાં મારાં બાપુજી. બાપુજી નો હાથ માથા પર ફરતાં બાળક જરુર હરખે બળવાન બને દુનિયા નું સુખ મેળવી આ ખારા લાગતાં સંસાર સાગર કે ભવસાગર સરસ રીતે પાર કરવા જાગૃત રહે એ તો અમે અને તમે સૌએ પણ અનુભવ્યું હશે. 
અહીં માવતર ની વાત કરી પણ સાસરાનાં બાપુજીને પણ કેમ ભૂલાય? મારા સસુરજી પણ ઉપરથી કઠોર સુક્કા નારિયેળ જેવા પણસમય સાથે કુણા મલાઈ જેવા બની કુટુંબની ધરોહર સંભાળતાં કાયમ હસતાં વહુ ને દીકરી સમજતાં. એમનીહાજરી થી સાસરું સુખમય હરખ ભરેલું લાગતું મેં વહુ છતાં દીકરી સમું સુખ માણ્યું છે. સાસરે આવતાં ગમતું નહીં ત્યારે ખાસ ધ્યાન રાખી દીકરી જેમ રાખતાં મને દુઃખ ન અનુભવાય એનું કાયમ ધ્યાન રાખી પોતે દુઃખ કષ્ટ વેઠી સુખ રુપ શાતા ધરતાં. હા અહીં કહેવું પડે કે વડિલો જ ઘરની શોભા અને એમનાથી જ વહેવારો માં મોભો રહેતો હોય એ મેં અનુભવ્યું છે હું બહુ વરસ એમની સાથે ન રહી શકી એનું દુઃખ છે છતાં એમનું જીવન મને સદાય સુખમય છાયા આપી ગયું એની મને ખુશી છે. એમને મારા બાપુજી રુપે જ સહ્દય નમન કરી આજે યાદ કરી હું મારું એમના પ્રત્યે સંબંધોનું નું ઋણ અદા કરવા ચાહું છું. (કદી ચુકવી શકાતું નથી એ જાણું છું છતાં) 
મારા જીવનનાં આ બંન્ને બાપુજીની આજે ખૂબજ યાદ આવતાં હું જૂના ફોટા નું
 આલ્બમ કાઢી ને એમને જોવા બેઠી છું. ફોટામાં એ બંન્ને ને હરખતાં જોતાં એ માંથીછાનું છાનું હજુપણ હું પ્રેરણાબળ મેળવું છું. એક વાત કરું: વાત વાતમાં હું ડરતી ત્યારે મને અનેક રીતે મારામાં. પ્રેરણાત્મકબળ પૂરતાં એ મુજને હજુપણયાદ છે. આજે જીંદગી થી લડી લડી હું થાકી ગઇ છું. બાળકો હવે પાંખો આવતાં પોતાનાં માળામાં રહે છે. દીકરી ને જમાઇ લઇ ગયાં. દીકરાઓ વહુઓનાં થઈ ગયાં. હવે પતિ અને હું તન મનથી થાકેલા, હારેલા બસ કચવાટ અનુભવીએ છીએ. અમે પણ એક બીજાને હવે ચાહી નથી શકતાં. ત્યારે મને આ બંન્ને બાપુજી ઓ નું સંઘર્ષ મય છતાં આદર્શ જીવન, સદાય હસતો ચહેરો યાદ આવે છે. ને વિચારે ચડું છું કે શું તેમને દુઃખ ન હતાં? જવાબ માં હું જ જાણું છું દુઃખ તો હતાં જ છતાં પણ એમનાં દુઃખને ક્યારેય અમે જોયું, સાંભળ્યું, કે અનુભવ્યું ન હતું. એ પણ સત્ય હકીકત છે. એમની છત્ર, છાયા, સાચી સમજણ ની વાતો સલાહ સૂચનો સતત પ્રેરણા બળ આપતાં એ વાતે યાદ તાજી કરતા આ ફોટાઓ જોઇ આજ પણ મારી છાતી ગજ ગજ ફૂલે છે. જીંદગી જીંદાદિલી થી જીવવા મનો બળ પૂરે છે. ખરેખર ગમે તે ઉંમરે પણ આ બંન્ને બાપુજી નાં વિચારો વાતો સુસંસ્કારે મળેલી માનવ જીંદગી ને રડી ને નહીં સમય સામે કે સાથે રહીને ખરાબ સમયથી લડી ને જીવવા શીખવે છે. જાણે છત્ર છાયા ધરીને આજે પણ સમક્ષ ઊભેલા અનુભવું છું. જાણું છું આજે સદેહે બંન્ને બાપુજી નથી છતાં એવા અનેક દ્રશ્યો આંખ સામે તાદ્શ્ય થતાં વંદના કરવા હું મારું મન રોકી શકતી નથી. બંન્ને બાપુજી "તમે જ્યાં હો જે રુપમાં હો તોપણ હું આપને આજે યાદરુપી આદરાંજલી, અશ્રુ પુષ્પ ચડાવી મારા મન ને શાંત કરું છું. અંન્તે ચાહું છું:
ભવો ભવ મને મારા પિતા રુપે સસરા રુપે તમેજ મળો. 
એવી પ્રાર્થના પ્રભુ ચરણે ધરાવું છું. . 
હું લાડલી પુત્રી /વહુ કોકિલા આપને સાદર પ્રણામ વંદન કરું છું !!! 🌹💞

કોકિલા રાજગોર
ભીવંડી થાના મુંબઈ
[19/06, 20:32] +91 98254 28992: *હેપ્પી ફાધર્સ ડે ખાસ ઉજવણી*
નામ: વર્ષા ભટ્ટ વૃંદા
મૌલિક લેખ:- બળબળતા તાપમાં ઠંડક આપે તે પિતા...

પિતા
****///*//////

  મા વિષે ઘણુ લખાય છે. મા ને જીવનમાં શ્રેષ્ઠ મનાય છે, પણ પિતાનો રોલ પણ જીવનમાં મહત્વનો છે. ઘરની બધી જ સમસ્યાનો બોજ જાતે ઉપાડીને જરા પણ જતાવતા નથી એ પિતા, દિલમાં દર્દ થાય તો પણ આંખોમાં આંસુ નથી આવવા દેતા એ પિતા, આંગળી ઝાલીને જીવનની સાંચી રાહ તરફ દોરી જાય છે એ પિતા. દરેક મુશ્કેલીનો જે ચટાનની સાથે અથડાઈને પાછી ફરે છે ચટાન પિતા જ છે. જે પોતાનાં બાળકોને જરા પણ દુઃખ પડવા દેતા નથી. પોતે જીવનમાં કરકસરથી રહે છે. પણ પોતાનાં બાળકોને સારામાં સારૂ શિક્ષણ, કપડાં અને ભણતર પુરૂ પાડે છે. 

    દિલની વેદનાને એમ જ બસ દિલનાં ખૂણામાં સંઘરીને રાખે છે. પોતાનાં પરિવાર માટે પોતાની જાતને ઘર માટે સમર્પિત કરનારાં. "વિશ્વ નો શ્રેષ્ઠ પુરુષ" એટલે પિતા. 

     જીવનમાં માનું જેટલુ મહત્વ છે એટલુ જ પિતાનું પણ છે, પણ માતાનાં ત્યાગ અને બલિદાન વિષે ઘણુ લખાય છે. જયારે પિતાનાં ત્યાગ મા નાં બલિદાન પાછળ છુપાય જાય છે. પિતાનાં હ્દયમાં ઘણાં તોફાનો હોય છે, પણ તે કળવા દેતાં નથી. મોં પર હાસ્ય રાખી પોતાની બધી જ ઈચ્છાઓ, અરમાનો બાજુ પર રાખી રાત દિવસ જોયાં વગર બસ મહેનત કરે છે. એક સ્ત્રી બોલીને, રડીને પોતાની લાગણી જતાવી શકે છે, પણ બોલ્યાં વગર જ બધું કરી છૂટતો પાષાણ હ્દય પિતા વિષે ખૂબ ઓછું લખાય છે. બાળકનાં જીવનમાં મા જેટલો જ પિતાનો ફાળો છે એ વાતથી હું સો ટકા સહમત છું.

" છે પત્થર સમુ કાળજું, પણ લાગણીઓ વહાવે છે.....
દિલ રડે તેનું પણ આંખોમાં આંસું આવવાં દેતાં નથી.....એ કોઈ નહીં...બસ એક પુત્ર, પિતા અને પતિ જ કરી શકે..."

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર

[19/06, 20:28] +91 98254 28992: ❣️મારા બાપુજી ❣️
(પિતાજી /સસુરજી) 
વ્હાલા  પિતાજી /સસુરજી એવા  મારા બે બાપુજી ને સાદર પ્રણામ 🙏  મધુરી યાદ સાથે આદરાંજલી રુપે અશ્રુ સુમન 😭!! 

 આજે ફાધર્સ ડે નિમિત્તે જ યાદ કરવા નથી ચાહતી.  ક્યારેય ન ભૂલાય એવા  બાપુજી અને સસુરજી ની વાતે:  ક્યારેક હૈયે અતિ સંવેદના જાગતાં હું બાપુજી ને યાદ કરી એમના ગુણોથી જીવનની વસમા સમયને પાર કરવા પ્રેરણા મેળવતી. બાપજી  ને મેં કાયમ  પાયામાં પુરાયેલાં પથ્થરની જેમ  રહી બાળકોનાં વિકાસ  માટે પ્રયત્ન કરતાં જોયા છે. આમ બાપુજી વટવૃક્ષ બની છાંયો ધરે અરે  પોતાનાં હર બાળકની ઇચ્છા જાણે , એને પૂરી કરવા મથે એમાં જ પોતાનું સુખ સમજે. મેં ઘણી વખત બાપુજીને અતિ પરિશ્રમ કરી પરિવારને સુખ રુપ ચલાવતાં જોયા  છે. અમે નાનાં હતાં એ અમારી માંગ પૂરી કરતાં એમાંજ અમે ખુશ   થઈ જતાં. અમારી ખુશી થી તે  પોતાનું દુઃખ કષ્ટભૂલી રહી અચૂક ખુશ થતાં અરે અમારાં ભણતર નું ચણતર પોતે ઓછું ભણેલા છતાં સતત રીઝલ્ટ જોઈ ગર્વથી પીઠ થાબડતાં. જે વધુ ભણવા પ્રેરક બળ બની જતું. હા કદી રુક્ષ થતાં અમારા વર્તન થી પણ વાર્તાઓ રુપી બોધ આપી અમને સમજાવતાં. 
અમે કાયમ જાણ્યું અનુભવ્યું છે બાપુજી  ઘરનો મોભ  એટલે તાજ જણાતા. 
એમનાથી હર વહેવારમાં વટ પડતો, તહેવારમાં મોજ મજા આનંદ થી પરિવાર  સુખની અનુભૂતિ માં છલકતું જણાતું. ક્યારેક લડે ગેર વર્તનથી તો સારા સંસ્કારે લાડ પણ લડાવી જાણતાં. એમનાં દુઃખની કોઈને કદી ખબર જ ના પડી તેવા હતાં મારાં બાપુજી. બાપુજી નો હાથ માથા પર ફરતાં બાળક જરુર હરખે બળવાન બને દુનિયા નું સુખ મેળવી આ ખારા લાગતાં સંસાર સાગર કે ભવસાગર સરસ રીતે પાર કરવા જાગૃત રહે એ તો  અમે અને તમે સૌએ પણ  અનુભવ્યું હશે. 
અહીં માવતર ની વાત કરી પણ સાસરાનાં બાપુજીને પણ કેમ ભૂલાય? મારા સસુરજી પણ ઉપરથી કઠોર સુક્કા નારિયેળ જેવા  પણસમય સાથે કુણા મલાઈ જેવા બની કુટુંબની ધરોહર સંભાળતાં કાયમ હસતાં વહુ ને દીકરી સમજતાં. એમનીહાજરી થી સાસરું સુખમય હરખ ભરેલું લાગતું મેં વહુ છતાં દીકરી સમું સુખ માણ્યું છે. સાસરે આવતાં ગમતું નહીં ત્યારે ખાસ ધ્યાન રાખી દીકરી જેમ રાખતાં  મને દુઃખ ન અનુભવાય એનું કાયમ ધ્યાન રાખી પોતે દુઃખ કષ્ટ વેઠી સુખ રુપ શાતા ધરતાં. હા અહીં કહેવું પડે કે વડિલો જ ઘરની શોભા અને એમનાથી જ વહેવારો માં મોભો રહેતો હોય એ મેં અનુભવ્યું છે હું બહુ વરસ એમની સાથે ન રહી શકી એનું દુઃખ છે છતાં એમનું જીવન મને સદાય  સુખમય  છાયા આપી ગયું એની મને  ખુશી છે. એમને  મારા બાપુજી રુપે જ સહ્દય નમન કરી  આજે યાદ કરી હું  મારું એમના પ્રત્યે સંબંધોનું  નું ઋણ  અદા કરવા ચાહું છું. (કદી ચુકવી શકાતું નથી એ જાણું છું છતાં) 
મારા જીવનનાં આ બંન્ને બાપુજીની આજે ખૂબજ યાદ આવતાં હું જૂના ફોટા નું
 આલ્બમ કાઢી ને  એમને જોવા બેઠી છું. ફોટામાં  એ બંન્ને ને હરખતાં જોતાં એ માંથીછાનું છાનું હજુપણ હું  પ્રેરણાબળ મેળવું છું.  એક વાત કરું: વાત વાતમાં  હું ડરતી ત્યારે મને અનેક રીતે મારામાં. પ્રેરણાત્મકબળ પૂરતાં એ મુજને હજુપણયાદ છે. આજે  જીંદગી થી લડી લડી હું થાકી ગઇ છું. બાળકો હવે પાંખો આવતાં પોતાનાં માળામાં રહે છે. દીકરી ને જમાઇ લઇ ગયાં. દીકરાઓ વહુઓનાં થઈ ગયાં. હવે પતિ અને હું  તન મનથી થાકેલા, હારેલા બસ કચવાટ અનુભવીએ છીએ. અમે પણ એક બીજાને હવે ચાહી નથી શકતાં. ત્યારે મને આ બંન્ને બાપુજી ઓ નું સંઘર્ષ મય છતાં આદર્શ જીવન,  સદાય હસતો ચહેરો યાદ આવે છે.  ને વિચારે ચડું છું કે શું તેમને દુઃખ ન હતાં?  જવાબ માં હું જ જાણું છું દુઃખ તો હતાં જ છતાં પણ  એમનાં દુઃખને ક્યારેય અમે જોયું, સાંભળ્યું,  કે અનુભવ્યું ન હતું.  એ પણ સત્ય હકીકત છે. એમની છત્ર, છાયા, સાચી સમજણ ની વાતો સલાહ સૂચનો સતત પ્રેરણા બળ આપતાં  એ વાતે યાદ તાજી કરતા  આ ફોટાઓ જોઇ આજ પણ મારી છાતી ગજ ગજ  ફૂલે છે.  જીંદગી જીંદાદિલી થી જીવવા મનો બળ પૂરે છે. ખરેખર ગમે તે ઉંમરે પણ આ બંન્ને બાપુજી નાં વિચારો વાતો  સુસંસ્કારે મળેલી માનવ જીંદગી ને રડી ને નહીં સમય સામે કે સાથે રહીને ખરાબ સમયથી લડી ને જીવવા શીખવે છે. જાણે છત્ર છાયા ધરીને આજે પણ સમક્ષ ઊભેલા અનુભવું છું. જાણું છું આજે સદેહે  બંન્ને બાપુજી નથી  છતાં  એવા અનેક દ્રશ્યો આંખ સામે તાદ્શ્ય થતાં વંદના  કરવા હું મારું મન રોકી શકતી નથી.  બંન્ને બાપુજી  "તમે જ્યાં હો જે રુપમાં હો તોપણ હું  આપને આજે યાદરુપી આદરાંજલી,  અશ્રુ પુષ્પ ચડાવી મારા મન ને શાંત કરું છું. અંન્તે ચાહું છું:
ભવો ભવ મને મારા પિતા રુપે  સસરા રુપે તમેજ  મળો. 
એવી પ્રાર્થના પ્રભુ ચરણે ધરાવું છું. . 
હું લાડલી પુત્રી  /વહુ કોકિલા આપને સાદર  પ્રણામ  વંદન કરું છું !!! 🌹💞

કોકિલા રાજગોર
ભીવંડી થાના મુંબઈ
[19/06, 20:32] +91 98254 28992: *હેપ્પી ફાધર્સ ડે ખાસ ઉજવણી*
નામ:  વર્ષા ભટ્ટ વૃંદા
મૌલિક લેખ:- બળબળતા તાપમાં ઠંડક આપે તે પિતા...

પિતા
****///*//////

  મા વિષે ઘણુ લખાય છે. મા ને  જીવનમાં શ્રેષ્ઠ મનાય છે,  પણ  પિતાનો રોલ પણ જીવનમાં મહત્વનો છે. ઘરની બધી જ સમસ્યાનો બોજ જાતે ઉપાડીને જરા પણ જતાવતા નથી એ પિતા, દિલમાં દર્દ  થાય તો પણ આંખોમાં આંસુ નથી આવવા દેતા એ પિતા, આંગળી ઝાલીને જીવનની સાંચી રાહ તરફ દોરી જાય છે એ પિતા. દરેક મુશ્કેલીનો  જે ચટાનની સાથે અથડાઈને  પાછી ફરે છે ચટાન પિતા જ છે. જે પોતાનાં બાળકોને જરા પણ દુઃખ પડવા દેતા નથી. પોતે જીવનમાં કરકસરથી રહે છે. પણ પોતાનાં બાળકોને સારામાં સારૂ શિક્ષણ, કપડાં અને ભણતર પુરૂ પાડે છે. 

    દિલની વેદનાને એમ જ બસ દિલનાં ખૂણામાં સંઘરીને રાખે છે. પોતાનાં પરિવાર માટે પોતાની જાતને ઘર માટે સમર્પિત કરનારાં. "વિશ્વ નો શ્રેષ્ઠ પુરુષ" એટલે પિતા. 

     જીવનમાં માનું જેટલુ મહત્વ છે એટલુ જ પિતાનું પણ છે, પણ માતાનાં ત્યાગ અને બલિદાન વિષે ઘણુ લખાય છે. જયારે પિતાનાં ત્યાગ મા નાં બલિદાન પાછળ છુપાય જાય છે. પિતાનાં હ્દયમાં ઘણાં તોફાનો હોય છે, પણ તે કળવા દેતાં નથી. મોં પર હાસ્ય રાખી પોતાની બધી જ ઈચ્છાઓ, અરમાનો બાજુ પર રાખી રાત દિવસ જોયાં વગર બસ મહેનત કરે છે. એક સ્ત્રી બોલીને, રડીને પોતાની લાગણી જતાવી શકે છે, પણ બોલ્યાં વગર જ બધું કરી છૂટતો પાષાણ હ્દય પિતા વિષે ખૂબ ઓછું લખાય છે. બાળકનાં જીવનમાં મા જેટલો જ પિતાનો ફાળો છે એ વાતથી હું સો ટકા સહમત છું.

" છે પત્થર સમુ કાળજું, પણ લાગણીઓ વહાવે છે.....
દિલ રડે તેનું પણ આંખોમાં આંસું આવવાં દેતાં નથી.....એ કોઈ નહીં...બસ એક પુત્ર, પિતા અને પતિ જ કરી શકે..."

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર



















..પપ્પા.પપ્પા એટલે કોણ?..
( ✅.. આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની બખૂબી પોઈંટ વાઈસ રજૂઆત ) , ગમે તો જરૂર થી ફોરવડઁ કરજો !! 
➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !! 
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! 
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* ) 
✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
 ✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે. 
✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
.. જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. 
.. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. 
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*

   .️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા. 

➡️ દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
    
♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે. 

.. *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.

.. પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.    

✍. *પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ....!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*

  .✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*. 

✅ દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

 ➡️ *દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
  .✅. પપ્પા....જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય. 

.. પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય. 

✍. જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!! 

...... પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો. 

➡️ ✅ ➡️તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

.️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે*. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!

. પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો ...હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !! 

.. ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા - છોકરીઓની હાજરી માં તો નહી જ !!! 
.. કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !! 

......હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! ..
*સર્વે બાપુજી,બાપા,પપ્પા,પિતા ને સમર્પિત.

 








Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...