પરણેતર...
આજ ના દરેક કપલે અચૂક વાંચવા જેવી સ્ટોરી…Don’t Miss.
‘પરણેતર છે હજુ મારી. તું પત્ની નથી બની ગઈ પરિષ્ઠા… આ બધી પંચાત તારે કરવાની જરૂર નથી. હું જેવા કપડા પહેરું એ મારી મરજી. હું ફેશન ડિઝાઈનર છું. તારે શું મોટે ઉપાડે આ કપડા લાવવાની જરૂર હતી? સગાઈ પછી જેટલા હક અપાતા હોય એટલા હું તને આપી જ ચુક્યો છું. ચાંપલા વેળા મને જરા ભી નથી ગમતા.. અને હા વધારે મારા જીવનમાં ડોકિયાં કરીને ચંચુપાત ના કરતી હવેથી..’
હાંજા ગગડી જાય તેવી ઠંડીમાં રોડસાઈડ કેફેમાં બેઠેલો પર્યથ બોલ્યો. સામે બેઠેલી પરિષ્ઠા આ વાત સાંભળી એકધારું પોતાના થનાર પતિને જોઈ રહી. આકરા શબ્દોમાં, કડક અવાજે કહેવાયેલા એ વાક્યનો મતલબ તે બરાબર સમજતી હતી. પરંતુ આ રીતે આવું બોલીને તે સાબિત શુ કરવા માંગતો હશે તે વિચારી રહી પરિષ્ઠા. સાવ નાની અમસ્તી જ તો વાત હતી.
પર્યથ અને પરિષ્ઠાનાં લગ્ન મેરેજ બ્યુરોમાંથી ગોઠવાયા હતા. બંનેને એકબીજા સ્વભાવે ને દેખાવે અનુકૂળ આવ્યા. અને બંને પરિવારોને પરસ્પરની ખાનદાની અનુકૂળ આવી. ને બસ સગાઇ થઇ ગઈ. પર્યથ ફેશન ડિઝાઈનર હતો અને પરિષ્ઠા જવેલરી ડિઝાઈનર. ખાસ તો આ જ બાબત બંનેને એકબીજાની ગમતી. એકસરખું ફિલ્ડ હોવાથી બંને એકબીજા માટે યોગ્ય જ છે એવું તે બંનેને લાગતું. એકબીજાને સમજી શકશે અને અભિપ્રાય પણ ખુલ્લા દિલે પાઠવી શકશે. ત્રીજી મુલાકાત સમયે પરિષ્ઠાએ આ વાત પર્યથ પાસે રજૂ કરી હતી. પર્યથે પણ હસીને તેની વાતમાં સુર પુરાવ્યો હતો. પરંતુ આજે કઈંક જુદું જ થઈ રહ્યું હતું. પર્યથના શબ્દો કડવા હતા, મિજાજ ગુસ્સેલ અને આંખો લાલ.
‘પર્યથ પણ એમાં શું મોટી વાત છે? મને લાગ્યું એવું એટલે કહ્યું ને? તારી જિંદગીનો આવડો મોટો શો છે અને તું સાવ આવા કપડાં પહેરીને જશે એ સારું ના લાગે ને.. તું પોતે ફેશન ડિઝાઈનર છે. તારે તો સમજવું જોઈએ પર્યથ.. ટ્રોલ કરી દેશે તને બધા સોશિયલ મીડિયા પર..
‘જો પરિષ્ઠા.. હું એક ફેશન ડિઝાઈનર છું. મને તારા કરતા કપડા બાબતે વધારે જ ખબર પડે છે. અને આજ સુધી મેં મારી માને પણ આ પ્રકારના હક નથી આપ્યા તો તું તો મારી પરણેતર છે હજુ.. થનારી પત્ની.. તને કોઈ જ હક નથી.. એટલે આજ પછી હવે કંઈ બોલીશ નહીં સમજી?’
પરિષ્ઠા પર્યથ સામે બે ઘડી જોઈ રહી.. અને પછી ચુપ થઇ ગઈ.. પર્યથ જાણે કંઈ થયું જ ના હોય તેમ કેઝયુલ મોં કરીને બોલ્યો, ‘ચલ હવે નીકળીએ..’ ને બંને કેફેમાંથી બહાર નીકળી ગયા..
બીજા દિવસે રવિવાર હતો.. પરિષ્ઠા સગાઇ થયા બાદ દર રવિવારે તેના સાસરે જતી.. સાસુ-સસરાને જમવાનું બનાવીને ખવડાવતી અને સાથે સાથે સાસુમાની નાના-મોટા કામ કરવામાં પણ મદદ કરતી. લગ્ન થયા પહેલા જ અડધી ગૃહિણી બની ચુકી હતી તે. સાસુ સાથે આમ પણ તેને સારું ભળતું.. સવારે દસ વાગ્યે તે પહોંચી ત્યારે તેના સાસુ પૂજા કરતા હતા.. મંદિર પાસે જઈને ઠાકોરજીને નમન કરી તે બોલી,
‘મમી.. આજે ચાદરનો ઘાણ કાઢી નાખવો છે ને? જો ને આ દિવાળીના કારણે કેટલી મેલી થઇ છે..’ ‘હા દીકરા.. કાઢી નાખીએ.. હું આવું હમણાં.. તું ત્યાં સુધી બેસ..’
પાઠ કરતા કરતા તેના સાસુ બોલ્યા. પરિષ્ઠા બહાર હોલમાં આવીને બધું સરખું કરવા લાગી.. પર્યથ તો સુતો હતો. રવિવારે તે બપોરે બે વાગ્યે જાગતો. જાગીને તરત નાહીને જમી લે અને પછી ફરી થોડું કામ કરીને સુઈ જાય.. આજે જો કે તેનો શો હતો એટલે બે નહીં ને બાર વાગ્યે જાગી જશે તે પરિષ્ઠા જાણતી હતી. છ વાગ્યાના શો માટે તે બે કલાક વહેલા ઘરેથી નીકળી જશે એ પણ તેને ખબર હતી.. એમાં પણ આજે તો ખાસ બોલીવુડની ક્વીન અને ટોપ હિરોઈન તેના શો માટે રેમ્પ કરવા આવવાની હતી. જો કે પરિષ્ઠાને ખબર હતી કે તે અત્યારે તો સુતો જ હશે.. હજુ દસ જ વાગ્યા હતા એટલે તેના ઓરડામાં જવાની જગ્યાએ તે તરત જ રસોડામાં ગઈ.. મેથી મટર મલાઈનું શાક બનાવવા માટે તે તાજી જ મેથી લઈને આવી હતી.. એ ધોઈ અને ચૂંટવા લાગી..
‘દીકરા.. તને કહ્યું તો હતું કે બેસજે થોડી વાર.. મારી કામઢી વહુ તો એવી ને કે વાત જવા દ્યો.. હાહા..’‘અરે ના ના મમી.. એવું કંઈ નથી.. આ તો મને થયું કે એમનેમ બેસું એ કરતા વળી લાવ થોડું કંઇક કરું.. પછી નિરાંતે આપણે ગપાટા મારી શકીએ ને..?’
‘હા હા હા.. એ વાત બહુ સાચી..’કહીને પરિષ્ઠાના સાસુ તૃપ્તિબહેન પણ તેની સાથે કામમાં લાગી ગયા.. પછી તો બંને સાસુ-વહુએ સાથે મળીને જમવાનું બનાવ્યું.. ચાદરો ધોઈ અને બીજા નાના-મોટા કામ કરતા કરતા સિરિયલની વાતો પણ કરી.
‘મા.. જમવાનું તૈયાર છે?’એક વાગ્યે નાહી-ધોઈને પર્યથ નીચે આવતા જ બોલ્યો… ‘હા દીકરા.. પણ વહાલા.. પહેલા પરીને તો મળી લે.. આવતાવેત સીધી જમવાની વાતો..’ ‘પરી આવી ગઈ છે?’ પર્યથે પૂછ્યું.. ‘હા દીકરા ક્યારની.. તને ખબર તો છે કે એ દસ વાગ્યે આવી જાય છે..’ ‘પણ મને એમ કે આજે કદાચ.. રાત્રે જે થયું એ પછી..’
પર્યથે પરિષ્ઠાને સામેથી ઈશારા કરતા જોઇને વાત અધુરી મૂકી દીધી.. કદાચ તૃપ્તિબહેનને કંઈ ખબર નહોતી એવું પરિષ્ઠા કહેવા માંગતી હતી.. તૃપ્તિબહેને કુતુહલતાવશ પૂછ્યું, ‘કેમ શું થયેલું રાત્રે? તમે બંને તો બહાર જમવા ગયા હતા ને? કંઈ પ્રોબ્લેમ થયેલો?’ ‘અરે ના ના મમી.. કંઈ નહીં.. આ પર્યથ પણ સાવ અમથા છે..’
પરિષ્ઠાએ વાત વાળી લીધી.. એ પછી ત્રણેય સાથે બેસીને જમ્યા.. પર્યથ ઘડી ઘડી પરિષ્ઠા સામે જોતો રહ્યો.. જેવું જમવાનું પૂરું થયું.. અને કામ આટોપીને સહેજ આડા પાડવા તૃપ્તિબહેન ઓરડામાં ગયા કે પર્યથે પરિષ્ઠાને પૂછ્યું,
‘કેમ તું નારાજ નથી?’‘ના.’ ‘સારું… તો તું આવે છે ને શોમાં?’ ‘હા.. પણ. એક મિનીટ ઉભો રે..’ કહીને પરિષ્ઠાએ ટેબલ પર મુકેલી થેલી પર્યથના હાથમાં આપીને કહ્યું.. ‘હજુ એક વાર કહું છું.. પ્લીઝ અ પહેરી લે.. સારા લાગશે તને.. તે જે કપડા ચૂઝ કર્યા છે એ બહુ ખરાબ છે પર્યથ.. તું એક ફેશન ડિઝાઈનર છે. ક્લાસી લાગવાની જગ્યાએ તે પસંદ કરેલા કપડા પહેરીને તું કાર્ટુન લાગશે.. પ્લીઝ આઈ બેગ ઓફ યુ..’
ને પર્યથને ગુસ્સો આવ્યો.. પરિષ્ઠા સામે જોઇને કડક શબ્દોમાં તે બોલ્યો, ‘પરી.. હું માંડ ગુસ્સો કાબુ કરતો હતો.. ને તે ફરી સળગાવ્યું… યાર હદ છે. તને કહ્યું ને પત્ની નહીં બન..’ કહીને ગુસ્સામાં ધુઆ-પુઆ થતો તે ઓરડામાં ચાલ્યો ગયો.. ને હજુ તો પરિષ્ઠા રોકે કે કંઈ કહે તે પહેલા ઓરડામાંથી સાંજ માટેની જરૂરી વસ્તુઓ અને પહેરવાના કપડા લઈને ગાડીમાં ત્યાંથી નીકળી ગયો..
પર્યથના પિતાજી તેના જન્મના ત્રણ વર્ષ પછી મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તૃપ્તિબહેને તેને એકલા હાથે ઉછેરેલો. આજે શોમાં પર્યથ વહેલો જવાનો હતો. ચાર વાગ્યે તે જવાનો હતો અને વહુ સાથે તેઓ સાડા પાંચે નીકળવાના હતા.. દીકરાના સ્પેશીયલ શો માટે તેઓ બહુ ઉત્સાહિત હતા.
ગાડીનો અવાજ સાંભળતા જ તેઓ બહાર આવ્યા અને બોલ્યા, ‘કેમ આ અઢી વાગ્યામાં નીકળી ગયો? શું થયું?’ પરીષ્ઠાએ જવાબ આપ્યો, ‘કંઈ નહિ મમી.. થોડું કામ આવી ગયું.. તમે સુઈ જાવ.. આપણે તો સાડા પાંચે જ નીકળીશું.. મારા મમી-પપ્પા પણ એટલા વાગ્યે જ ત્યાં પહોચશે..’
કહીને પરિષ્ઠા રસોડામાં જઈને કામ આટોપવા લાગી.. પરિષ્ઠા, તૃપ્તિબહેન અને પરિષ્ઠાના મમી-પપ્પા શોમાં પહોચ્યા ત્યારે પોણા સાત થઇ ગયેલા.. રસ્તા વચ્ચે મળેલા ભયંકર ટ્રાફિકને કારણે તેમને મોડું થઇ ગયું.. શો ઓલરેડી ચાલુ થઇ ગયો હતો.. જેવા તે લોકો ત્યાં પહોચ્યા અને બેઠા કે તરત જ ચારેયની નજરમાં એક વાત આવી..
આજુબાજુ બેઠેલા દરેક વ્યક્તિ પહેલી હરોળમાં હાજર શોના ફેશન ડીઝાઈનર પર્યથ કોટેચા વિશે જાતજાતની વાતો કરીને હસી લેતા હતા. તેની તરફ આંગળી ચીંધીને લોકો ફોટોઝ ક્લિક કરતા હતા. અચાનક જ પરિષ્ઠાના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો. મીમ હતું.. જેમાં ‘પર્યથ કોટેચા – ધ લેવીશ ડિઝાઈનર’ ના કપડા વિશે લોકોએ મજાક કરી હતી. તેને પોતાના જ શોમાં વિચિત્ર કપડા પહેરવા માટે ટ્રોલ કર્યો હતો..
પર્યથના મોબાઈલ પર તો ક્યારના આ પ્રકારે મેસેજીઝ શરુ થઇ ગયા હતા. જેમ જેમ તેના ડીઝાઈન કરેલા અદ્ભુત કપડામાં મોડેલ રેમ્પ વોક કરવા આવતી તેમ તેમ લોકો ચિચિયારી પાડતા અને તે જ ક્ષણે મોડેલને વખાણવા સાથે લોકો પર્યથના કપડાની મજાક ઉડાવતા હસી પણ લેતા.. ત્રીજી હરોળમાં બેઠેલી પરિષ્ઠા આ જોઇને અત્યંત દુખી થઇ રહી હતી.. કે અચાનક જ તેની નજર પડી કે પર્યથ બેક સ્ટેજ જતો દેખાયો..
‘મમી.. પર્યથ ક્યાં ગયા?’ચિંતાતુર સ્વરે પરિષ્ઠાએ તૃપ્તિબહેનને પૂછ્યું.. સ્વાભાવિક રીતે જ તેઓ પણ અજાણ હતા કે તે ક્યાં ગયો.. પરંતુ વહુને આશ્વાસન આપતા બોલ્યા, ‘અરે બેટા ક્યાય નહીં.. એ તો હવે એનું વોક હશે ને આ મોડેલ સાથે એટલે ગયો હશે પાછળ…’ ને પરિષ્ઠાને હાશકારો થયો..
ને પચીસ જ મિનીટમાં ફેશન ડીઝાઈનરના નામની જાહેરાત થતા જ પોતાની શો સ્ટોપર સાથે પર્યથ સ્ટેજ પર આવ્યો.. ને તેને જોઇને પરિષ્ઠા ચોંકી ગઈ.. તે એકલી જ નહીં ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર નવાઈ હતી સાથે સાથે પ્રશંશા પણ છલકાતી હતી..
‘લેડિઝ એન્ડ જેન્ટલમેન.. વી પ્રેઝન્ટ મેન ઓફ ધ નાઈટ.. મિસ્ટર પર્યથ કોટેચા વિથ બ્યુટીફૂલ શો સ્ટોપર એન્ડ ક્વીન ઓફ બોલીવુડ કરીના…’કરીના સાથે ચાલીને રેમ્પ પર આવી રહેલો પર્યથ અત્યંત સોહામણો લાગતો. તેનું પૌરુષત્વ જાણે છલકાઈને બહાર આવતું હતું. આગળ આવીને પોતાની મોડેલ સાથે તેણે પોઝ આપ્યો ને ઓડીયન્સે તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવ્યો..
‘થેંક્યું સો મચ એવરીવન..’માઈક હાથમાં લઈને તેણે બોલવાનું શરુ કર્યું..
‘આઈ નો.. તમારે એ જ જાણવું છે ને કે મેં કપડા અચાનક કેમ બદલાવી લીધા? તો કહું.. તમારું ટ્રોલિંગ અને મજાક મસ્તી હું બખૂબી સમજી ગયો હતો. મારા ડીઝાઈન કરેલા કપડામાં હું કેટલો ખરાબ લાગતો હતો અને મારી કેવી મજાક બની રહી હતી તે જાણ્યા બાદ મને દુઃખ થયું. પણ સાથે સાથે મનના એક ખૂણે ખુશી પણ થઇ.. કારણકે મારી પરણેતર, મારી થનાર પત્નીએ મને પહેલા જ ચેતવ્યો હતો મારા આ લિબાસ વિશે.. મને લાગ્યું કે એને શું ખબર પડે.. એને એવા કોઈ પ્રકારના રાઈટ્સ નથી મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાના.. એવું પણ મેં કહી દીધું એને.. પણ આજે જયારે મેં મારી આંખે જોયું.. એ કપડાની બુરી હાલત થતા ત્યારે મને એ સાચી લાગી.. એ મારા માટે લઇ આવી હતી એ કપડા પહેરી લીધા અને આવી ગયો સ્ટેજ પર..’
ને તરત જ પરિષ્ઠા સામે જોઇને કહ્યું, ‘કમ માય લવ, માય વાઈફ ટુ બી.. ધ વન હુ હોલ્ડસ ઓલ ધ રાઈટ્સ..’ને પરિષ્ઠા આંખો ખુશીથી છલકાઈ ઉઠી.. તે તરત જ પર્યથ પાસે આવી અને તેને વળગી પડી.. ને શોમાં હાજર દરેકે તાળીઓથી એ કપલને અને ડીઝાઈન્સને વધાવી લીધા… પર્યથ અને પરિષ્ઠા ઘરે પહોચ્યા ત્યારે બંને અત્યંત ખુશ હતા.. ‘પણ એમ નહીં પર્યથ આ કપડા તારી પાસે ક્યાંથી આવ્યા?’
‘પરી, મેં જેવું રીયલાઈઝ કર્યું કે મને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે મેં રાજુને ચાવી લઈને ઘરે મોકલ્યો અને આ કપડા લઇ આવવા કહ્યું.. ભગવાનની દયાથી ટ્રાફિક સાવ નહોતો.. ને એ પચીસ મિનીટમાં આવી શક્યો.. પણ પરી, એક વાત મને ના સમજાય.. કે આ કપડા તું ક્યાંથી લાવી?’
સવાલ સાંભળતા જ મંદ મંદ મુસ્કુરાઈને પરિષ્ઠા બોલી, ‘મેં જાતે ડીઝાઈન કર્યા..’ ને પર્યથે તેની સામે અહોભાવથી જોયું.. એ નજર બંનેને ફરી પ્રેમમાં પાડી ગઈ એકબીજા સાથે.. ને પરણેતર રહ્યા બાદ પત્ની બની ત્યારે પણ પરિષ્ઠાને પર્યથે દરેક હક આપ્યા.. પ્રેમથી!!!

Comments
Post a Comment