વાર્તા...

પોતાના જ ભાઈએ માતા-પિતાને ઘરમાંથી કાઢી મુક્યા, પોતાના પતિને વાત કરી તો પતિએ કર્યું એવું કે…

શીતલ ના લગ્ન થયા ને પાંચ વર્ષ થઈ ગયા હતા. તેનો પતિ, હા થોડુંક ઓછું બોલતો હતો પરંતુ ખૂબ જ સંસ્કારી અને સુશીલ સ્વભાવનો હતો.

શીતલ ના સાસુ-સસરા પણ અસલ તેના માતા પિતા જેવા હતા અને એક નાની નણંદ તેમજ એક નાનકડી લાડકી પરી જેવી દીકરી સહિત આખો પરિવાર પ્રેમથી રહેતો હતો.

આખો પરિવાર ખુશ હતો પરંતુ આજે ખબર નહીં કેમ શીતલના મોઢા ઉપર ભયંકર ચિંતા ના વાદળો મંડરાઇ રહ્યાં હતા. એ બેઠા બેઠા વિચારતી હતી કે શું કામ/ ન જાણે કેમ તેના લગ્ન કરતી વખતે પોતાની દીકરી ખુશ રહે તેના માટે તેના પિતાએ માંગ્યા વગર જ પંદર લાખ રૂપિયા આપી દીધા હતા. કઈ રીતે તેના માતા-પિતાએ ખૂબ જ ધૂમધામથી તેના લગ્ન પણ કર્યા હતા. લગ્નની યાદો પણ તાજી થઈ ગઈ.

પણ તેના ચહેરા પર હાવભાવ હતા તે આ વાત ના નહીં, બીજી વાત ના હતા. વાત એમ હતી કે શીતલ અને તેનો મોટો ભાઈ એમ બે સંતાન તેના માતા-પિતાને હતા.

શીતલ ના મોટાભાઇએ તેના માતા-પિતાને ઘરેથી કાઢી મૂક્યા હતા. કારણકે તેઓની પાસે પૈસા બચ્યા જ નહોતા. જેટલા હતા એ બધા શીતલ ના લગ્નમાં લગાવી દીધા હતા, પછી તો બાળકો મા-બાપને શું કામ રાખવાના? શીતલ ના માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા એટલે એક મંદિરમાં રોકાયા હતા.

શીતલ આજે એને મળવા પણ ગઈ હતી, પરંતુ જ્યારથી મળી ને આવે ત્યારથી તે ઉદાસ રહેવા લાગી હતી. આખરે દીકરી હતી, પોતાના માતા-પિતા માટે કેમ દુઃખ ન થાય? કેટલા વહાલ થી તેને ઉછેરી હતી તેના પિતાએ. જાણે કોઈ ગુડીયા જ સમજી લો.

આજે એ જ માતા-પિતા મંદિરના કોઈ ખૂણામાં ભૂખ્યા-તરસ્યા પડ્યા હોય તો કોને દુઃખ ના થાય. શીતલ આ બાબતમાં તેના પતિ સાથે વાત કરવા ઈચ્છતી હતી કે તે પોતાના માતા પિતાને ઘરે લઈ આવે. પરંતુ મોઢામાંથી જીભ જાણે ઉપડતી ન હતી. કારણ કે તેના પતિ બોલતા પણ ઓછું હતા અને મોટાભાગે ચૂપ જ રહેતા.

શીતલ ઘણા સમય સુધી ત્યાં ને ત્યાં બેસી રહી પછી જેમ તેમ કરીને રાત થઈ અને શીતલ ના પતિ તેમજ આખો પરિવાર ડિનર કરવા માટે સાથે બેઠો હતો. એમાં થોડા ડર સાથે શીતલ તેના પતિને કહ્યું કે સાંભળો છો, ભાઈ અને ભાભી મમ્મી પપ્પાને ઘરેથી કાઢી મૂક્યા છે. તેઓ અત્યારે મંદિરમાં છે, શું તમે કહો તો તેને ઘરે લઈ આવું?

આ સવાલ પૂછતા પૂછતા શીતલ ના ધબકારા પહેલાથી જ વધી ગયા હતા, એમાં પાછું તેના પતિ આ સવાલ સાંભળીને કંઈ કહ્યું નહીં અને ખાવાનું ખતમ કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો, બધા લોકો હજી જમી રહ્યા હતા પરંતુ શીતલના મોઢામાંથી એક બટકું પણ ગળે ઉતરી રહ્યું ન હતું. અને કઈ રીતે ઉતરે કારણકે તેને માત્ર હવે શું થશે તેની ચિંતા સતાવી રહી હતી. પતિ પણ કંઈ કહ્યા વગર રૂમમાં ચાલ્યા ગયા એટલે તે ખૂબ જ ઉદાસ થઇ ગઈ હતી અને માત્ર બધાને પીરસી રહી હતી પરંતુ તેને પોતે કંઈ ખાધું નહિ.

થોડો સમય થયો, પછી પતિ રૂમમાંથી બહાર આવ્યા અને શીતલ ના હાથમાં એક મોટું નોટનું બંડલ આપ્યું અને કહ્યું કે આમાંથી મમ્મી અને ડેડી માટે એક ઘર ખરીદી લે, અને તેને કહેજે કે કોઈ પણ વાતની ચિંતા ન કરે, હું છું.

આટલા બધા પૈસા એક સાથે જોઈને શીતલ થોડી ગભરાઇ પણ ગઈ આથી પતિને પૂછ્યું કે તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? શીતલના પતિએ તેને કહ્યું કે આ તારા પપ્પાએ દીધેલા જ પૈસા છે. પરંતુ આ પૈસા મારા ન હતા એટલે મેં આને હાથ સુધ્ધાં લગાવ્યો નથી.

આમ પણ મેં તેને ના પાડી હતી કે મારે આ પૈસા જોતા નથી, પરંતુ તેઓ એક સાંભળી ન હતી અને મને જબરદસ્તીથી આ પૈસા આપ્યા હતા. શું ખબર કદાચ એને ખબર હશે કે એક દિવસ એવો પણ આવશે.

બધા ડાઇનિંગ ટેબલ પાસે ઊભા ઉભા માત્ર શીતલ ના પતિ ની વાતો સાંભળી રહ્યા હતા. શીતલ ના સાસુ સસરા પોતાના દીકરાને ગર્વની નજરથી જોવા લાગ્યા અને તેના દીકરાએ પણ તેને પૂછ્યું કે પપ્પા, મમ્મી આ બધું બરાબર છે ને?

તેના પિતાએ જવાબ આપ્યો કે ખૂબ જ સુંદર વિચાર છે દીકરા, અમે તને નાનપણથી જાણીએ છીએ સમજીએ છીએ અને મોટો કર્યો છે, તને ખબર છે કે જો વહુ પોતાના માતા પિતાને ઘરે લઈ આવશે તો તેના માતા-પિતા શરમથી મોઢું પણ ઉઠાવી નહીં શકે… કારણકે તેઓ દીકરીના ઘરમાં રહેવા આવશે, અને તેઓ તેની જિંદગી વ્યવસ્થિત જીવી શકશે નહીં.

આથી તે અલગ ઘર આપવાનો જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ સુંદર છે, અને જ્યાં સુધી આ પૈસાની વાત છે તો આપણે આ પૈસા ની કોઈ દિવસ જરૂરત પડી નથી. કારણકે અમે તમને કોઈપણ દિવસ કોઈ પણ વસ્તુની કમી પડવા દીધી નથી, બસ જીવનમાં ખુશ થાઓ અને સુખી રહો.

શીતલ આ બધું સાંભળીને પતિ ને ઈશારો કર્યો, અને બંને જણા માતા પિતા ને પગે લાગ્યા. ત્યાર પછી શીતલના સાસુ-સસરા સુવા જતા રહ્યા.

શીતલ અને તેનો પતિ બંને એકલા હતા. શીતલ ના પતિ ફરી પાછું તેને કહ્યું કે જો તારે હજુ વધારે પૈસાની જરૂર હોય તો મને જણાવજો, અને તારા માતા-પિતાને ક્યારેય પણ ન કહેતી કે ઘર ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા છે, કોઈપણ બહાનું બનાવી દેજે પરંતુ જો તેને ખબર પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે તો તેઓ અંદર ને અંદર પોતાને દોષ આપતા રહેશે.

ચાલો હવે મારે કાલે સવારે ઓફિસે વહેલું જવાનું છે, એમ કહીને શીતલ નો પતિ રૂમ તરફ ચાલ્યો ગયો. શીતલ ત્યાં ઉભી પોતાને દોષ દેવા લાગી કે મનમાં ને મનમાં ન જાણે મેં કેવું કેવું વિચારી લીધું હતું કે શું મારા પતિ મદદ નહીં કરે, કરવી જ પડશે મદદ નહીં તો હું પણ એના માબાપની સેવા નહીં કરું.

શીતલ જાણે એક જ પળમાં બધું સમજી ચૂકી હતી કે ભલે તેના પતિ ઓછું બોલે છે પરંતુ સમજણમાં એનાથી ઘણું વધારે સમજે છે. શીતલ તરત જ ઉભી થઇ અને પતિ પાસે ગઈ. તેને પોતાના પતિને બધું જણાવી દીધું અને તેની માફી માંગી, પરંતુ પતિએ કહ્યું કે અરે એવી કાંઈ વાત નથી તારી જગ્યાએ જો હું હોત તો હું પણ એવું વિચારું.

એક તરફ આવું સમજાવ્યું અને બીજી તરફ જાણે માફી મળી ગઈ હોય એવી ખુશીમાં શીતલ ના મોઢા પર ખુબ જ સરસ સ્માઈલ આવી ગઈ, એક તરફ તેના માતા પિતાની બધી પરેશાની દૂર થઈ ગઈ તો તેના પતિએ પણ તેને માફ કરી દીધી.

શીતલના મનના ખૂણામાં ઓછું બોલનારા પતિ માટે પહેલા પણ સન્માન હતું પરંતુ આ બધું બન્યા પછી સન્માન ઘણું વધી ગયું.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...